Shah Rukh Khan એ આલિયા ભટ્ટ પાસે માંગ્યું કામ, કહ્યું, પ્લીઝ – આગામી ફિલ્મમાં મને લઈ લો, વચન આપું છું હું સમય પર આવીશ

શાહરુખ ખાન અને આલિયા ભટ્ટે ફિલ્મ લવ યુ જિંદગીમાં સાથે કામ કર્યું છે. બંનેની કેમિસ્ટ્રીને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. જો કે ચાહકો ફરીથી આ બંનેને એક સાથે જોવા માંગે છે.

Shah Rukh Khan એ આલિયા ભટ્ટ પાસે માંગ્યું કામ, કહ્યું, પ્લીઝ - આગામી ફિલ્મમાં મને લઈ લો, વચન આપું છું હું સમય પર આવીશ
Alia Bhatt, Shah Rukh Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 3:15 PM

આલિયા ભટ્ટ (Alia Bhatt) ડાર્લિંગ્સ (Darlings) ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આલિયા આ ફિલ્મ દ્વારા નિર્માતા તરીકે ડેબ્યુ કરી રહી છે. આલિયાએ તેમના ફોટા સેટ પરથી શેર કર્યા અને ચાહકોને કહ્યું કે તે ફિલ્મના પહેલા દિવસના શૂટિંગથી ઉત્સાહિત અને નર્વસ છે. જો કે શાહરુખ ખાન (Shah Rukh Khan) આલિયાના આ કામથી ખૂબ જ ખુશ છે. એટલું જ નહીં, તેમણે આલિયા પાસે પોતાના માટે કામ પણ માગ્યું.

ખરેખર, આલિયાની પોસ્ટ શેર કરતાં શાહરુખે લખ્યું, ‘આ પ્રોડક્શન પછી કૃપા કરીને મને તમારા હોમ પ્રોડક્શનના આગામી પ્રોજેક્ટ માટે સાઈન કરજો. હું શૂટિંગ માટે સમયસર આવીશ અને ખૂબ જ પ્રોફેશનલ બનીશ. વચન આપુ છું.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

અહીં વાંચો શાહરૂખ ખાનની પોસ્ટ see shah rukh khan post here

ચાલો તમને જણાવી દઈએ કે આલિયાએ તેમની પોસ્ટમાં લખ્યું હતું, ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છૂં પાછી સેટ પર આવવા માટે . હું ફિલ્મને લઈને લાંબા સમયથી ઉત્સાહિત છું. મને શુભેચ્છાઓ આપો કારણકે મારે મારા સહ કલાકારો વિજય વર્મા અને શેફાલી શાહની ટેલેન્ટને બરાબર ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે.

અહીં જુઓ આલિયા ભટ્ટની પોસ્ટ see alia bhatt post here

ચાલો તમને જણાવી દઇએ કે ડાર્લિંગ્સ એક માતા-પુત્રીની વાર્તા છે જે જીવનમાં પોતાનું સ્થાન શોધવા માટે વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે.

ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ પૂર્ણ

તાજેતરમાં જ આલિયાએ સંજય લીલા ભણશાળી (Sanjay Leela Bhansali ) દ્વારા દિગ્દર્શિત ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) નું શૂટિંગ પૂરું કર્યું છે. ફિલ્મના સેટ પરથી આલિયાએ ટીમ અને સંજય લીલા ભણશાળી સાથે ફોટા શેર કર્યા છે.

આલિયાએ ભાવનાત્મક પોસ્ટ લખી હતી, ‘અમે 8 ડિસેમ્બર 2019 ના રોજ ગંગુબાઈનું શૂટિંગ શરૂ કર્યું હતું અને આજે 2 વર્ષ બાદ અમે શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મ અને ફિલ્મનો સેટ 2 લોકડાઉન અને 2 તોફાનમાંથી પસાર થયા છે. દિગ્દર્શક અને અભિનેતા ફિલ્મના શૂટિંગ દરમિયાન કોવિડનો શિકાર બન્યા હતા. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મ દ્વારા મેં જીવનનો મોટો અનુભવ લીધો છે.

સર દ્વારા દિગ્દર્શન કરવું મારું મોટું સ્વપ્ન હતું, પરંતુ મને નથી લાગતું કે કોઈ મને આ જર્ની માટે તૈયાર કરી શકે. આજે હું આ સેટથી જાતી વખ્તે એક અલગ વ્યક્તિ બનીને જાવ છું. આઈ લવ યૂ સર. તમારો ખૂબ આભાર. તમારા જેવું કોઈ નથી.’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">