Saroj Khan Biopic: સરોજ ખાનની ન સાંભળેલી વાતો આવશે કહેવામાં, ભૂષણ કુમાર બનાવી રહ્યા છે પીઢ કોરિયોગ્રાફરની બાયોપિક

સરોજ ખાન ખૂબ મોટા કોરિયોગ્રાફર હતા, પરંતુ તેમના જીવનમાં એક સમય એવો આવ્યો, જ્યારે તેમને કામ મળવાનું બંધ થઈ ગયુ. તેનો ખુલાસો સરોજ ખાને પોતે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

Saroj Khan Biopic: સરોજ ખાનની ન સાંભળેલી વાતો આવશે કહેવામાં, ભૂષણ કુમાર બનાવી રહ્યા છે પીઢ કોરિયોગ્રાફરની બાયોપિક
Saroj Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 8:49 PM

ટી-સીરીઝ કંપનીના માલિક ભૂષણ કુમારે (Bhushan Kumar) પીઢ કોરિયોગ્રાફર સરોજ ખાન (Saroj Khan)ની બાયોપિકની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે સરોજ ખાનનું ગયા વર્ષે 71 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું અવસાન થયુ હતું. તેમના મૃત્યુ પછી તેમની બાયોપિક વિશે ઘણા સમાચાર બહાર આવ્યા હતા, પરંતુ તે સમયે કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ શકી નહીં.

હવે ભૂષણ કુમારે પોતે પુષ્ટિ કરી છે કે તેઓ દિવંગત કોરિયોગ્રાફર સરોજ ખાનની બાયોપિક બનાવશે, જેમાં તેમના જીવનના કેટલાક ન સાંભળેલા પાસાઓને પણ સ્પર્શ કરી શકાય છે. સરોજ ખાન બોલિવૂડના સ્ટાર કોરિયોગ્રાફર હતા, જેના ઈશારા પર હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારો નૃત્ય કરતા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આમાં અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, ગોવિંદા, સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, શ્રીદેવી જેવા ઘણા સ્ટાર્સ શામેલ હતા. ચાર દાયકા સુધી ચાલેલી તેમની કારકિર્દીમાં સરોજ ખાને લગભગ 350 ફિલ્મોના દોઢ હજારથી વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી હતી.

80ના દાયકામાં મળી લોકપ્રિયતા

પીઢ કોરિયોગ્રાફરને 80ના દાયકાના અંતમાં વધુ લોકપ્રિયતા મળી, જ્યારે તેમણે શ્રીદેવીના સુપરહિટ ગીતો ‘મે નાગિન તુ સપેરા’ (નગીના) અને ‘હવા હવાઈ’ (મિસ્ટર ઇન્ડિયા)ને કોરિયોગ્રાફ કર્યાં. ત્રણ વખતના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સરોજ ખાને કેટલાક યાદગાર ટ્રેક પણ કોરિયોગ્રાફ કર્યાં, જેમાં સંજય લીલા ભણશાલીની ‘દેવદાસ’ના ‘ડોલા રે ડોલા’, માધુરી દીક્ષિત સ્ટારર ‘તેજાબ’થી ‘એક દો તીન’ અને 2007માં ‘જબ વી મેટ’નું ‘યે ઇશ્ક’ જેવા ગીતો શામેલ છે.

સલમાને મદદની ઓફર કરી હતી

સરોજ ખાન ખૂબ મોટા કોરિયોગ્રાફર હતા, પરંતુ તેમના જીવનમાં એક સમય એવો આવ્યો, જ્યારે તેમને કામ મળવાનું બંધ થઈ ગયુ. તેનો ખુલાસો સરોજ ખાને પોતે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. સરોજ ખાને કહ્યું હતું કે જ્યારે તેમની પાસે કામ ન હતું તો સલમાન ખાને તેમની મદદ કરી હતી. એક દિવસ સલમાન ખાન તેમના ઘરે પહોંચ્યા અને તેમને પૂછ્યું કે આ દિવસોમાં તમે શું કરો છો?

સલમાન ખાનના સવાલના જવાબમાં સરોજ ખાને કહ્યું હતું કે કંઇ નહીં, હું કેટલીક અભિનેત્રીઓને માત્ર ડાન્સ શીખવું છું. આ સાંભળીને સલમાને તેમને કહ્યું કે હવેથી તમે મારી સાથે કામ કરશો. સરોજ ખાનનું કહેવાનું હતું કે તેમને ખબર છે કે સલમાન તેની જુબાનનાં પાકા છે.

જોકે, સલમાન ખાન અને સરોજ ખાન વચ્ચેના અણબનાવના સમાચાર પણ મીડિયાથી છુપાયેલા ન હતા. એવું પણ કહેવામાં આવે છે કે સરોજ ખાને સલમાન પર એક ફિલ્મથી તેમને હટાવાનો આરોપ પણ લગાવ્યો હતો, કારણ કે સલમાનને લાગ્યું કે તેઓ આમિરને ડાન્સમાં વધારે મહત્વ આપતા હતા.

આ પણ વાંચો: Net Worth: Aamir Khanથી અલગ થયા પછી પણ કિરણ રાવ કરોડોની છે માલિક, જાણો તેમની સંપત્તિ વિશે

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">