લો બોલો સારા અલીખાનને માતા અમૃતાસિંહે આપી આવી અજીબો-ગરીબ સલાહ, એક્ટ્રેસે કર્યો ખુલાસો

સારા અલી ખાન (Sara ali khan) જેટલી પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે તેનાથી વધુ પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ તેની માતા અમૃતા સિંહે તેને ડેટિંગની સલાહ આપી છે.

લો બોલો સારા અલીખાનને માતા અમૃતાસિંહે આપી આવી અજીબો-ગરીબ સલાહ, એક્ટ્રેસે કર્યો ખુલાસો
Sara ali khan (File photo)

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) તેની માતા અમૃતા સિંહની (Amrita Singh) ખૂબ જ નજીક છે. તે હંમેશા તેના સારા ઉછેર માટે તેની માતાને શ્રેય આપે છે. સારાએ બોલિવૂડમાં પગ મૂક્યો છે અને તે તેના પિતા સૈફના પગલે ચાલી રહી છે અને ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં વ્યસ્ત છે. સારા તેની પ્રોફેશનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ સારા અલીખાને જણાવ્યું હતું કે, તેની માતાએ તેને ડેટિંગની સલાહ આપી છે.

સારાએ કેદારનાથ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. સારા વારંવાર કહે છે કે તેની માતા અમૃતા તેની પ્રેરણા છે અને તે ક્રિટીક પણ છે. તે હંમેશા તેમને યોગ્ય ગાઈડ કરે છે.

અમૃતા સિંહે આપી ડેટિંગ ટિપ્સ
સારાએ તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, માતા અમૃતાએ આપેલી ડેટિંગ સલાહ પર વાત કરી હતી. તેણે કહ્યું કે મારી માતાએ શીખવ્યું છે કે કોઈ એક વ્યક્તિ માટે રિલેશનશિપમાં આવ્યા પછી પોતાને બદલવું જોઈએ નહીં.

સારાએ વધુમાં કહ્યું હતું કે, મને લાગે છે કે મારા મિત્રો અને મારી માતા અથવા મારી આસપાસના લોકો હંમેશા કહેતા રહે છે કે હું જેવી છું તેવી જ હોવી જોઈએ. તમારી જાતને બદલશો નહીં કારણ કે અન્ય કોઈ તમને તે રીતે જોવા માંગે છે. જો તમે તમારો અભિપ્રાય અન્ય વ્યક્તિ સમક્ષ વ્યક્ત ન કરો તો તે સંબંધ લાંબો સમય ટકી શકતો નથી.

તમને જણાવી દઈએ કે સારા અલી ખાન તેની માતા અમૃતા સાથે ફરવા જતી રહે છે. અનેક મંદિરોમાં દર્શન કર્યા બાદ તે માતા સાથે આવી છે. થોડા સમય પહેલા તે માતા અમૃતા સાથે કાશ્મીર પણ ગઈ હતી. જ્યાંથી તેણે સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો શેર કર્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સારા અલી ખાન છેલ્લે વરુણ ધવન સાથે કુલી નંબર 1 ફિલ્મમાં જોવા મળી હતી. તે ટૂંક સમયમાં આનંદ એલ રાયની અતરંગી રેમાં અક્ષય કુમાર અને ધનુષ સાથે જોવા મળશે.

આ પણ વાંચો : Kareena Kapoor : કરીના કપૂરે ફેન્સને સાથે શેર કરી દીધી એવી તસ્વીર કે ફેન્સ બોલ્યા, તૈમુર ક્યાં છે ?

આ પણ વાંચો :Upcoming Web Series : દિવાળી પહેલા OTT પર આવી રહી છે ‘કોલ માય એજન્ટ’થી લઈને ‘હમ દો હમારે દો’ જેવી અનેક ફિલ્મો અને વેબસીરીઝ, જુઓ લિસ્ટ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati