બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન તાજેતરમાં ફરી એકવાર મોટી બહેન બની. સારા અલી ખાનને પણ સોશિયલ મીડિયા પર ખૂબ અભિનંદન મળી રહ્યા છે. શું તમે જાણો છો કે સારા અલી ખાન વાસ્તવિક જીવનમાં ખૂબ જ કંજુસ છે. સારા અલી ખાને એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું જેના ફોટો પણ અભિનેત્રી દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા હતા. રિયલ લાઈફમાં સારાના સ્ટાઇલ સ્ટેટમેન્ટ હેડલાઇન્સમાં રહે છે. સારા એક મોટા ડિઝાઇનર માટે શો સ્ટોપર પણ બની ગઈ છે. શું તમે જાણો છો કે સારા અલી ખાન સૌથી વધારે સલવાર-કમીઝ પહેરવાનું પસંદ કરે છે?
View this post on Instagram
સારાએ બોલિવૂડમાં ફિલ્મની કેરિયરની શરૂઆત ફિલ્મ ‘કેદારનાથ’ થી કરી હતી. આ ફિલ્મ વર્ષ 2018 માં રીલિઝ થઈ હતી અને આ ફિલ્મમાં સારાની સાથે સુશાંત સિંહ રાજપૂત દેખાયા હતા. આ બંનેની જોડીને પ્રેક્ષકોએ ખૂબ પ્રશંસા કરી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. સારા વિશે વાત કરતાં એક ઇન્ટરવ્યુ દરમિયાન સારાએ કહ્યું હતું કે, ‘મને વધારે પૈસા ખર્ચવાનું પસંદ નથી. આ સાથે મારે ફક્ત એવું નથી કે બ્રાન્ડ વસ્ત્રો પહેરવા છે. મને વધારે બ્રાન્ડ પહેરવાનું પસંદ નથી. સરોજિની નગરની સલવાર-કમીઝ પહેરીને હું ખુશ છું.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, સારા અલી ખાન છેલ્લે છેલ્લે ફિલ્મ ‘કુલી નંબર 1’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે વરૂણ ધવન લીડ રોલમાં જોવા મળ્યો હતો અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇક ખાસ કમાલ કરી શકી ન હતી. સારા અલી ખાન ફિલ્મ ‘અતરંગી રે’ માં જોવા મળશે. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે અક્ષય કુમાર અને ધનુષ મુખ્ય પાત્ર ભજવતા જોવા મળશે.