પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’નું ગીત સંચારી રિલીઝ, ટ્રાવેલ ગોલ આપતા જોવા મળ્યા અભિનેતા

આ ફિલ્મ યુરોપના 1970 ના દાયકાને દર્શાવે છે. ફિલ્મમાં પ્રભાસ વિક્રમાદિત્યનું પાત્ર ભજવી રહ્યો છે.

પ્રભાસની ફિલ્મ 'રાધે શ્યામ'નું ગીત સંચારી રિલીઝ, ટ્રાવેલ ગોલ આપતા જોવા મળ્યા અભિનેતા
prabhas
TV9 GUJARATI

| Edited By: parvin saiyad

Dec 16, 2021 | 6:26 PM

પ્રભાસ (Prabhas) અને પૂજા હેગડે (Pooja Hegde) સ્ટારર ફિલ્મ ‘રાધે શ્યામ’ (Radhe Shyam) મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. દર્શકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ 14મી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે, પરંતુ તે પહેલા મેકર્સ (Makers) આ ફિલ્મના કેટલાક ગીતો અને પોસ્ટર (poster) રિલીઝ કરી રહ્યા છે. એવામાં હવે તેનું નવું વીડિયો ગીત ‘સંચારી’ (Sanchari) યુટ્યુબ પર (youtube) રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

રાધે શ્યામના ગીત ‘સંચારી’ના વીડિયોની વાત કરીએ તો પ્રભાસ તેમાં ટ્રાવેલ ગોલ આપતા જોવા મળે છે. આમાં તે ક્યારેક સાઇકલ ચલાવતો તો ક્યારેક સ્કેટિંગ કરતો જોવા મળે છે. આટલું જ નહીં તે સ્કાય ડાઈવિંગ પણ કરી રહ્યો છે. આ ગીતમાં તેનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. આ ગીત યુરોપમાં શૂટ કરવામાં આવ્યું છે. જસ્ટિન પ્રભાકરે ગીતને કંપોઝ કર્યુ છે અને અનિરુદ્ધ રવિચંદ્રએ ગાયું છે.

રાધા કૃષ્ણ કુમારે ફિલ્મ ‘રાધે શ્યામ’નું નિર્દેશન અને લેખન કર્યું છે. આ ફિલ્મ યુરોપના 1970 ના દાયકાને દર્શાવે છે. ફિલ્મમાં પ્રભાસ વિક્રમાદિત્યનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મના ટીઝર વીડિયોમાં વિક્રમાદિત્યની ભૂમિકા કંઈક અનોખી રીતે દર્શાવવામાં આવી છે. કારણ કે તે દરેકનો ભૂતકાળ જાણી લે છે. ટીઝરમાં પ્રભાસ કહે છે કે ‘હું ભગવાન નથી, પણ હું તમારામાંનો એક નથી.’

જો ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડે (Prabhas And Pooja Hegde) સિવાયના કલાકારોની વાત કરીએ તો સચિન ખેડેકર, પ્રિયદર્શી, પુલીકોંડા, ભાગ્યશ્રી, મુરલી શર્મા, કુણાલ રોય કપૂર, રિદ્ધિ કુમાર, સાશા, ચેત્રી અને સત્યા પણ મહત્વના રોલમાં છે. રાધે શ્યામનું નિર્માણ વંશી, પ્રમોદ અને પ્રસીધા ઉપ્પલાપતિ કરી રહ્યા છે. આ ફિલ્મ 14મી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવશે.

આ પણ વાંચો:  બોલિવુડમાં કોરોના સંક્રમણ યથાવત : કરીના કપૂર બાદ બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહેલી આ અભિનેત્રી થઈ સંક્રમિત

આ પણ વાંચો: Photos : પિંક ડ્રેસમાં દીપિકા પાદુકોણે વરસાવ્યો કહેર, જુઓ અભિનેત્રીનો ગ્લેમરસ અવતાર

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati