છૂટાછેડાના અહેવાલો વચ્ચે Samantha Akkineniએ સાઈન કરી નવી ફિલ્મ, નથી લઈ રહી બ્રેક?

છૂટાછેડાના અહેવાલો વચ્ચે Samantha Akkineniએ સાઈન કરી નવી ફિલ્મ, નથી લઈ રહી બ્રેક?
Samantha Akkineni

The Family Man 2માં બોલીવુડ પર છવાઈ ગયેલી સામાંથા અક્કીનેનીએ અગાઉ ખુલાસો કર્યો હતો કે તે થોડા સમય માટે ફિલ્મોમાંથી બ્રેક લઈ રહી છે. આવું તે તેમના લગ્નને બચાવવા માટે કરવા માંગતી હતી. પરંતુ હવે મામલો કંઈ ઠીક નથી લાગતો.

TV9 GUJARATI

| Edited By: Hiren Buddhdev

Sep 17, 2021 | 9:06 PM

સામાંથા અક્કીનેની (Samantha Akkineni) દક્ષિણ ફિલ્મ ઉદ્યોગની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. સામાંથા અક્કીનેની છેલ્લા કેટલાક દિવસોથી સતત તેમના લગ્નજીવનમાં આવેલા તોફાનને કારણે ચર્ચાઓમાં રહી છે અને હવે ફરી એકવાર તેના વિશે ચર્ચા શરૂ થઈ છે, પરંતુ તેમની પર્સનલ લાઈફ વિશે નહીં પણ તેમની ફિલ્મ સાઈન કરવા અંગે.

ન્યૂકમર સાથે ફિલ્મ (Signed New Film)

રિપોર્ટ્સ અનુસાર તેમણે શ્રીદેવી પ્રોડક્શનના એક ખાસ પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કર્યા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ ફિલ્મના નિર્માતાએ સામાંથાને પ્રોમિસિંગ રોલ અને મજબૂત સ્ક્રિપ્ટ વિશે જણાવ્યું હતું, ત્યારે સામાંથા રોલ અને વાર્તા બંનેથી ખૂબ પ્રભાવિત થઈ હતી.

એક સમાચાર અનુસાર તેમણે આ ફિલ્મ માટે હા કહી દીધી છે અને એક નવોદિત અભિનેતા આ ફિલ્મમાં તેમની સાથે સ્ક્રીન શેર કરશે. જેના માટે સામાંથાને કોઈ સમસ્યા નથી. જોકે આ ફિલ્મ સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિ કે સામાંથાએ કોઈ સત્તાવાર જાહેરાત કે નિવેદન આપ્યું નથી.

મહિલા કેન્દ્રિત હશે ફિલ્મ 

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ મહિલાલક્ષી હશે. સામાંથા આમાં મુખ્ય ભૂમિકા ભજવશે. જેના માટે સામાંથા એકદમ ઉત્સાહિત હોવાનું કહેવાય છે. અભિનેત્રીએ હા કહેતાં જ નિર્માતાઓએ ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ કરી દીધું છે.

તે જ સમયે સામાંથાએ તેની બાકીની ફિલ્મોનું શૂટિંગ નવેમ્બર પહેલા પૂર્ણ કરવાની કમિટમેન્ટ આપી છે, ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થશે. હવે રાહ છે તો બસ એ વાતની કે ફિલ્મની પૂરી કાસ્ટ અને બીજી બધી વસ્તુઓને લઈને સત્તાવાર જાહેરાત થાય.

છૂટાછેડાને લઈને છે લાઈમલાઈટમાં 

દક્ષિણની પ્રખ્યાત અભિનેત્રી સામાંથા અક્કીનેની અને નાગાર્જુનના (Nagarjuna) પુત્ર નાગા ચૈતન્ય (Naga Chaitanya)એ 2017માં લગ્ન કર્યા હતા. બંનેને સાઉથ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીની સુંદર જોડી માનવામાં આવે છે, પરંતુ એવા ઘણા અહેવાલો છે કે તેમનું વૈવાહિક જીવન સારું ચાલી રહ્યું નથી.

તાજેતરમાં જ બંને મેરેજ કાઉન્સેલરને પણ મળ્યા હતા. તેમના છૂટાછેડાનું કારણ એવું કહેવામાં આવી રહ્યું છે કે નાગા ચૈતન્ય ફેમિલી પ્લાનિંગ વિશે વિચારી રહ્યા છે અને તેઓ ઈચ્છે છે કે સામાંથા થોડા સમય માટે ફિલ્મો કરવાનું બંધ કરે અને પરિવારને આગળ વધારે.

બીજી બાજુ સામાંથા તેની કારકિર્દીમાં ઘણું સારું કરી રહી છે અને અત્યારે તેને છોડવા માટે તૈયાર નથી અને હવે તેમણે જે રીતે નવી ફિલ્મ સાઈન કરી છે, તેનાથી લાગે છે કે તે ખરેખર તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. બંને વચ્ચેની અણબનાવના સમાચાર પર દંપતી અથવા પરિવાર તરફથી કોઈ આધિકારીક નિવેદન નથી આવ્યું.

આ પણ વાંચો :-PM Narendra Modiના જીવન પર બની ચુકી છે આ ફિલ્મો, ચાહકો વચ્ચે મચાવી છે ધમાલ

આ પણ વાંચો :- PM Modi Birthday: પીએમ મોદીને કરણ જોહરથી લઈને પવન કલ્યાણ સુધીના સ્ટાર્સે આપી જન્મદિવસની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati