સાઉથની ફિલ્મોની (Tollywood) જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ (Samantha Ruthu Prabhu) હંમેશા પોતાના જબરદસ્ત અભિનયથી દર્શકોને પોતાના દીવાના બનાવ્યા છે. સામંથા તેના દરેક પાત્રને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. તેણી તેના શાનદાર અભિનય માટે આજે એટલી બધી પ્રખ્યાત છે કે, દક્ષિણ ભારતની અભિનેત્રી હોવા છતાં પણ, સામન્થાના ચાહકો આજે સમગ્ર વિશ્વમાં હાજર છે. ખાસ કરીને, હવેથી હિન્દી દર્શકોમાં તેની ફેન ફોલોઈંગ ઘણી લાંબી થઈ ગઈ છે. સામંથા સાથે જોડાયેલી દરેક વાત સોશિયલ મીડિયા (S0cial Media) પર વાયરલ થતી રહે છે.
View this post on Instagram
આ ફોટામાં, સામંથા મેહરૂન કલર સિક્વન્સ કલરનો લહેંગા પહેરેલી જોવા મળે છે. તેણીના ચાહકોની નજર તેના સ્ટાઇલિશ બ્લાઉઝ પર ટકી ગઈ હતી. તેણીના આ લેટેસ્ટ ફોટોશૂટની ખાસ વાત એ છે કે, આ ડ્રેસના બ્લાઉઝની સ્લીવ્સ પર શાનદાર વર્ક કરવામાં આવ્યું છે. અભિનેત્રીએ આ લૂક માટે ન્યૂડ મેકઅપ કર્યો હતો. આ રેડ કલરના લહેંગામાં સામંથા ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
View this post on Instagram
જો કે, સામંથાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ સમયે તેની ફિલ્મોએ ખુબ ચર્ચા જગાવી છે. હાલમાં, સામંથા તેની આગામી ફિલ્મ ‘યશોદા’ને લઈને ઘણી ચર્ચામાં છે. આ સિવાય તેણી ‘શાકુંતલમ’ નામની ફિલ્મમાં પણ જોવા મળવાની છે. સામંથાના ફેન્સ પણ તેની ફિલ્મોને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહયા છે.