સુપરસ્ટાર સલમાન ખાને કહ્યું કે તે ટીવી શો ‘બિગ બોસ’ના શૂટિંગ બાદ’ પઠાણ’નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં છે. અત્યારે બિગ બોસની 14મી સીઝન ચાલી રહી છે. આ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલમ્સ (વાયઆરએફ)ના બેનર હેઠળ થઈ રહ્યું છે અને તેનું નિર્દેશન વોરના નિર્દેશક સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. શાહરૂખ ખાન 2018ની ફિલ્મ ‘ઝીરો’ પછી પહેલીવાર મોટા પડદે જોવા મળશે.
એવા અહેવાલો છે કે સલમાન ખાન પણ ફિલ્મ ‘પઠાણ’માં કેમિયો કરશે, પરંતુ તેની ભૂમિકા થોડી વધારે રહેશે. સલમાન ખાને શનિવારે રાત્રે કહ્યું કે, ‘જીવન ચાલે છે અને આ શો ચાલુ જ છે. જ્યારે શો (બિગ બોસ) સમાપ્ત થશે, ત્યારે આપણે ‘પઠાણ’ અને પછી ટાઈગર 3 તરફ જઈશું અને પછી ‘કભી ઈદ કભી દિવાળી’ પર જઈશું.”
salman khan
‘બિગ બોસ’ના હોસ્ટે કહ્યું કે કલર્સ ટીવી 8 મહિના પછી બિગ બોસની આગામી સિઝન લાવશે. ‘પઠાણ’નું શૂટિંગ ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ થયું હતું અને’ ટાઈગર શ્રેણીની ફિલ્મનું શૂટિંગ પણ આવતા મહિને શરૂ કરવાની તૈયારી થઈ રહી છે. અગાઉ સલમાન ખાન 1998માં આવેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ માં મહેમાનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં હતા. શાહરૂખ ખાન સલમાન ખાનની ટ્યુબલાઈટ અને ‘હર દિલ જો પ્યાર કરેગા’માં કેમિયો રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મ ‘ટાઈગર 3’નું નામ હજી નક્કી નથી કરાયું. વાયઆરએફની આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરિના કૈફ ગુપ્તચર એજન્ટ ટાઈગર અને ઝોયાની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો: Sara Ali Khan સાઉથના આ સુપરસ્ટારની મોટી ફેન, ફોટો શેર કર્યો