સિનેમાના 25 હજાર દૈનિક મજૂરો માટે Salman Khan બન્યો મસીહા, ખાતામાં આટલા રૂપિયા કરશે ટ્રાન્સફર

દૈનિક કામદારોને ફરી એકવાર તેમની આર્થિક સ્થિતિ લથડી છે પરંતુ આ લોકોની મદદ માટે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન (salman khan) આગળ આવ્યો છે.

સિનેમાના 25 હજાર દૈનિક મજૂરો માટે Salman Khan બન્યો મસીહા, ખાતામાં આટલા રૂપિયા કરશે ટ્રાન્સફર
Salman Khan

કોરોનાની બીજી લહેરે ઘણા પરિવારોનો નાશ કર્યો છે. દરરોજ લાખો લોકોને કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. સામાન્ય લોકોથી સેલેબ્સ સુધી આ મહામારીની ઝપટમાં આવી ગયા છે. આ સ્થિતિમાં કોરોના મહામારીને કારણે ફિલ્મ ઉદ્યોગની ગતિ ફરી ધીમી પડી છે. ઘણા રાજ્યોમાં શૂટિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આ સ્થિતિમાં દૈનિક વેતન કામદાર ફરી એકવાર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

દૈનિક કામદારોને ફરી એકવાર તેમની આર્થિક સ્થિતિ લથડી છે પરંતુ આ લોકોની મદદ બોલિવૂડ અભિનેતા સલમાન ખાન (salman khan) આગળ આવ્યો છે. ડેલી વેઝ કામદારને મદદ કરશે. સલમાન ખાન સ્પોટબોય, ટેકનિશિયન, મેકઅપ આર્ટિસ્ટ, સ્ટંટમેન જેવા 25 હજાર દૈનિક વેતન કામદારોને મદદ કરશે.

FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ) ના પ્રમુખ બી.એન. ઈ-ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે આ વાતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું છે કે અમે સલમાન ખાનને જરૂરિયાતમંદ લોકોનું લિસ્ટ મોકલ્યું હતું અને ત્યારબાદ તેઓ આર્થિક મદદ પૂરી પાડવા માટે સંમત થયા છે સમાચાર અનુસાર સલમાન ખાન લગભગ 25 હજાર લોકોના ખાતામાં સીધા 1500 રૂપિયા જમા કરશે.

જણાવી દઈએ કે, સલમાન ખાનની આગામી ફિલ્મ રાધે ઇદના અવસરે 13 મેના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની ફેન્સ ઘણા સમયથી રાહ જોતા હતા. તાજેતરમાં જ ખુલાસો થયો છે કે સલમાન રાધેની કમાણીનો એક ભાગ દેશમાં ચાલતા ઓક્સિજન સિલિન્ડરો, કોન્સન્ટ્રેટર્સ અને વેન્ટિલેટરની તંગીને દૂર કરવા માટે કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન અને ઝી એન્ટરટેનમેન્ટે એક સાથે આ નિર્ણય લીધો છે. આ પહેલા સલમાને લોકોને ભોજનનું વિતરણ કર્યું છે. સલમાન સતત લોકોને વિવિધ રીતે મદદ કરે છે.

FWICEના પ્રમુખ બી.એન. તિવારીએ મીડિયા સાથેની વાતચીતમાં માહિતગાર કર્યા છે કે યશ રાજ પ્રોડક્શન્સ પણ લોકોને મદદ કરવા આગળ આવ્યા છે. તેમની મદદ માટે તેમને તેમના જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોનું લિસ્ટ મોકલવામાં આવ્યું હતું અને તે પણ મદદ કરવા સંમત થયા હતા. આ દિવસોમાં બધા સેલેબ્સ પોતાની રીતે લોકોને મદદ કરી રહ્યા છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati