સલમાન ખાનને કરડ્યો સાંપ, સોશિયલ મીડિયા પર લોકોએ આપ્યા આ રિએક્શન્સ

સલમાન ખાનને કરડ્યો સાંપ, સોશિયલ મીડિયા પર લોકોએ આપ્યા આ રિએક્શન્સ
Salman Khan was bitten by a snake

જ્યારથી સલમાનના ફેન્સને સમાચાર મળ્યા કે તેને સાપ કરડ્યો છે, ત્યારથી લોકો ખૂબ જ ચિંતિત છે. લોકો સોશિયલ મીડિયા પર વિવિધ કોમેન્ટ્સ કરી રહ્યા છે અને તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 26, 2021 | 6:52 PM

બોલિવૂડના દબંગ અને ભાઈજાન કહેવાતા સલમાન ખાનને (Salman Khan) રવિવારે સવારે પનવેલ પાસેના તેમના ફાર્મહાઉસમાં સાપે ડંખ માર્યો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક નવી મુંબઈની કમોઠે MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, થોડા કલાકોની સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ સાપ ઝેરી નહોતો. કહેવામાં આવી રહ્યું છે કે હાલ તે પોતાના ફાર્મ હાઉસ પર છે. તેમના ફાર્મહાઉસનો વિસ્તાર ટેકરીઓ અને જંગલોથી ઘેરાયેલો છે. આવી સ્થિતિમાં ત્યાં સાપ દેખાવા સામાન્ય વાત છે.

અહેવાલો અનુસાર, સલમાન આ ફાર્મહાઉસમાં તેનો 56મો જન્મદિવસ ઉજવી શકે છે, જેમાં ફક્ત તેના પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના મિત્રો હાજરી આપે તેવી શક્યતા છે.

જ્યારથી સલમાનના ફેન્સને સમાચાર મળ્યા કે તેને સાપ કરડ્યો છે, લોકો ખૂબ જ ચિંતિત છે. લોકો સોશિયલ મીડિયા પર વિવિધ કોમેન્ટ્સ કરી રહ્યા છે અને તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. કેટલાક લોકો ફની ફોટો અને મીમ્સ પણ શેર કરી રહ્યા છે. ટ્વિટર પર જાણે ટ્વીટનું પૂર આવ્યું છે. ચાલો એક નજર કરીએ કેટલીક પસંદગીની ટ્વીટ્સ પર…

આ પણ વાંચો –

Baba Vanga: 2022 ને લઇને બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી, સાઇબેરિયામાંથી મળશે એક નવો વાયરસ, જાણો ભારત પર શું છે જોખમ

આ પણ વાંચો –

કેન્દ્ર સરકાર સતર્ક: વધતા કોરોના કેસ અને ઓમિક્રોનના સંક્રમણને પગલે 10 રાજ્યોમાં સ્પેશિયલ ટીમ રવાના

આ પણ વાંચો –

નાગાલેન્ડમાંથી AFSPA હટાવવા માટે બનશે કમિટી, 45 દિવસની અંદર સોંપશે રિપોર્ટ, અમિત શાહે રાજ્ય સરકારની સાથે કરી બેઠક

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati