શ્વેતાનો કિલર લૂક : બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનની બહેન શ્વેતા રોહિરા બોલિવૂડ મેગેઝિન ‘ફેશનિસ્ટા’ના કવર પેજ પર જોવા મળી

શ્વેતાનો કિલર લૂક : બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનની બહેન શ્વેતા રોહિરા બોલિવૂડ મેગેઝિન 'ફેશનિસ્ટા'ના કવર પેજ પર જોવા મળી
Shweta Rohira And Faizan Ansari

શ્વેતા રોહિરા (Shweta Rohira) સલમાન ખાનની (Salman Khan) માનેલી બહેન છે. શ્વેતાએ બોલિવૂડ એક્ટર પુલકિત સમ્રાટ સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને આખરે બંને અલગ થઈ ગયા.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Apr 19, 2022 | 8:31 AM

બોલિવૂડના (Bollywood)  દબંગ ખાન તરીકે જાણીતા અભિનેતા સલમાન ખાનની (Salman Khan) બહેન શ્વેતા રોહિરા (Shweta Rohira) ફરી એકવાર ચર્ચામાં છે. શ્વેતાએ તાજેતરમાં જ મુંબઈમાં એક ફેશન મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. તાજેતરમાં શ્વેતાએ બોલિવૂડની જાણીતી ‘ફેશનિસ્ટા મેગેઝિન’  (Fashionista Magazine) માટે ફોટોશૂટ કરાવ્યું છે. મેગેઝીનમાં શ્વેતા બોલિવૂડ એક્ટર ફૈઝાન અંસારી સાથે જોવા મળી રહી છે. શ્વેતાએ વર્ષ 2018માં શોર્ટ ફિલ્મ ‘પરિણીતી’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે 2018 માં સૌથી પ્રખ્યાત નાટક “ધેટ્સ માય ગર્લ” માં મુખ્ય ભૂમિકા ભજવીને પોતાની અલગ ઓળખ બનાવી છે.

શ્વેતા રોહિરાએ ઘણી પ્રખ્યાત ફેશન બ્રાન્ડ્સ માટે મોડલિંગ (Modeling) પણ કર્યું છે. મેગેઝીનમાં શ્વેતા એક્ટર ફૈઝાન અંસારી સાથે જોવા મળે છે. તમને જણાવવું રહ્યુ કે, ફૈઝાન અંસારી ભારતમાં થઈ રહેલા વિવાદોને લઈને ચર્ચામાં રહે છે.

સલમાનની બહેન શ્વેતા રોહિરાએ ‘ફેશનિસ્ટા મેગેઝિન’ના કવર પર

ફૈઝાન અગાઉ અસીમ રિયાઝ વિવાદ તેમજ ‘બિગ બોસ’ના ઘરમાં ઉમર રિયાઝ (Umar Riyaz) વિવાદ અને લતા મંગેશકર અને શાહરૂખ ખાન સહિતના વિવાદ માટે ચર્ચામાં રહ્યા છે. આશાસ્પદ અભિનેતાએ ઘણા પ્રોડક્શન હાઉસમાં ઓડિશન આપ્યા પછી તેની અભિનય કારકિર્દી શરૂ કરી. મુંબઈના રહેવાસી ફૈઝાન અંસારીએ (Faizan Ansari) સલમાન ખાનની બહેન શ્વેતા રોહિરા સાથે બોલિવૂડમાં બ્લોકબસ્ટર એન્ટ્રી કરી છે. બોલિવૂડને એક નવો પ્રતિભાશાળી ચહેરો મળ્યો છે.સલમાન ખાનની બહેન સાથે જોવા મળ્યા બાદ ફૈઝાન અંસારી ઘણીવાર હેડલાઇન્સમાં જોવા મળે છે. શ્વેતા અને ફૈઝાનના અદભૂત પોશાક બોલિવૂડના જાણીતા ડિઝાઇનરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે.

શ્વેતાએ પુલકિત સમ્રાટ સાથે લગ્ન કર્યા હતા

તમને જણાવી દઈએ કે શ્વેતા રોહિરા સલમાન ખાનની માનેલી બહેન છે. શ્વેતાએ બોલિવૂડ એક્ટર પુલકિત સમ્રાટ સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને આખરે બંને અલગ થઈ ગયા. તે સમયે લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. શ્વેતા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અવારનવાર તસવીરો કે વીડિયો શેર કરતી રહે છે. સલમાન ખાન પણ શ્વેતા સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો જોવા મળે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : પ્રિયંકા ચોપરા, નિક જોનાસ લોંગ ડ્રાઇવમાં આલિયા ભટ્ટનું ગીત વગાડે છે, જુઓ વાયરલ વિડીયો

આ પણ વાંચો : Naagin 6 : તેજસ્વી પ્રકાશ રડવાનું રોકી શકતી નથી, કરણ કુન્દ્રા અને તેના પિતાએ આપ્યું કંઇક આવું રિએકશન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati