55 વર્ષની ઉંમરે 14 જેટલી મહેનત કરી રહ્યા છે Salman Khan, કારણ જાણીને ટાઇગર શ્રોફ – વરુણ ધવન થઈ જશે ખુશ

સલમાને કહ્યું કે 55 વર્ષની ઉંમરે હું તે કામ કરી રહ્યો છું જે હું14 વર્ષમાં કામ કરતો હતો. આગળ આ વાતનું કારણ બતાવતા બોલ્યા મેરી યંગ જનરેશનમાં ટાઇગર શ્રોફ, વરુણ ધવન જેવા કલાકારો છે.

  • Publish Date - 11:18 am, Sat, 15 May 21 Edited By: Utpal Patel
55 વર્ષની ઉંમરે 14 જેટલી મહેનત કરી રહ્યા છે Salman Khan, કારણ જાણીને ટાઇગર શ્રોફ - વરુણ ધવન થઈ જશે ખુશ
Salman Khan

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ રાધેએ રિલીઝ થતાની સાથે જ ઓટીટી પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તે સલમાનની આશ્ચર્યજનક ફેન ફોલોઇંગ છે કે ગયા વર્ષથી દર્શકો તેમની ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. અને સલમાન પણ ચાહકોનું દિલ નથી તોડતા , તેઓ પણ તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે પણ સખત મહેનત કરે છે. સલમાન તાજેતરમાં જ તેમની આ સખત મહેનત પાછળનું કારણ પણ જણાવ્યું હતું.

સલમાને કહ્યું કે 55 વર્ષની ઉંમરે હું તે કામ કરી રહ્યો છું જે હું14 વર્ષમાં કામ કરતો હતો. આગળ આ વાતનું કારણ બતાવતા બોલ્યા મેરી યંગ જનરેશનમાં ટાઇગર શ્રોફ, વરુણ ધવન, રણવીર સિંહ અને આયુષ શર્મા જેવા કલાકારો છે. મારે તેમને મેચ કરવા માટે સખત મહેનત કરવી જ પડશે. સલમાનનું માનવું છે કે તેમના ખભા પર જવાબદારી છે, યુથ જે તેમને અનુસરે છે અને તેમને સ્ક્રીન પર જોવે છે. તેથી તેઓ તેમના કામ વિશે વધુ સભાન છે.

 

‘હું બસ કામ કરવા માંગુ છું’

સલમાને વધુમાં કહ્યું, ‘કઈ ફિલ્મ કામ કરશે? કઈ ફિલ્મ ફ્લોપ હશે? હું તે નથી વિચારતો, હું તેને 9-5 નોકરી તરીકે લઈ લવ છું. મેં તેને 24×7 જોબ તરીકે લીધું છે. મારે બસ કામ કરવું છે. જો કોઈ ફિલ્મ ફ્લોપ પણ થાય છે, તો હું વધુ સખત મહેનત કરું છું. મને સમજાયું કે જ્યારે તમે તમારા લોહી અને પરસેવાને કોઈ વસ્તુમાં ભળી દવ છું અને તમારી શ્રેષ્ઠતા આપો છો, ત્યારે પ્રેક્ષકો તમારી મહેનતને સમજે છે અને પ્રશંસા કરે છે. ‘

‘હું ભાષા અને સિનિયરો પ્રતિ રિસ્પોક્ટફુલ છું’

સલમાને કહ્યું, ‘મારા માતા-પિતા મને જુએ છે, સિનિયર્સ મને જુએ છે, જુનિયરો મને જુએ છે, અને બાળકો મને જુએ છે. તેથી હું ભાષા અને સિનિયરો પ્રત્યે આદર કરું છું. તે એક જવાબદારી છે અને હું તેનાથી ખૂબ જાગૃત છું. શરૂઆતમાં, આમા સમય લાગે છે પરંતુ આભારી છું કે હું કામ કરી રહ્યો છું, તેથી મને ખોટું થવાનો સમય નથી મળયો. ‘