સૈફ કરીનાની સંભાળ લેવા પેટરનિટી લીવ પર, અભિનેત્રીની ડિલિવરી બાદ ‘આદિપુરુષ’નું શૂટિંગ કરશે

કરીના કપૂર અને સૈફ અલી ખાન માર્ચમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે.

  • tv9 webdesk40
  • Published On - 15:59 PM, 9 Jan 2021
Saif ali khan family pic

કરીના કપૂર અને સૈફ અલી ખાન માર્ચમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ દરમિયાન સૈફ કરીના સાથે પૂરો સમય વિતાવવા માંગે છે જેથી તે તેની સંપૂર્ણ સંભાળ લઈ શકે. આ માટે સૈફ પેટરનિટી રજા પર છે. ખરેખર, સૈફ હવે ફિલ્મ આદિપુરુષમાં જોવા મળશે જેનું શૂટિંગ આ મહિને શરૂ થનાર છે, પરંતુ સૈફ માર્ચના અંતિમ સપ્તાહમાં ટીમમાં જોડાશે. કરીનાની ડિલીવરીની તારીખ માર્ચમાં છે, તેથી બેબીના જન્મ પછી, તે ફરીથી કામ પર આવશે.

ફિલ્મ નિર્માતાનાં સુત્રો દ્વારા જાણવા મળ્યું કે, સૈફ સર અને પ્રભાસ છેલ્લાં 3-4 મહિનાથી આ ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મની આખી ટીમ શૂટિંગ માટે ઉત્સાહિત છે. બધા ફાઇનલ શેડ્યૂલ માટેની તૈયારી કરી રહ્યા છે. સૈફ સર પેટરનિટી લીવ પર છે અને માર્ચમાં તેનું શૂટિંગ શરૂ કરશે. ‘

થોડા દિવસો પહેલા રાવણના પાત્રને ન્યાય આપતી વખતે સૈફ અલી ખાને ફિલ્મ આદિપુરુષ વિશે કંઇક કહ્યું હતું, જેણાથી વિવાદ ઉભો થયો હતો. તેમણે એક ઇન્ટરવ્યુ દરમિયાન રાવણને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું હતું કે રાવણની બહેન શૂર્પણખાનું લક્ષ્મણ દ્વારા નાક કાપી નાખ્યું હતું, તેથી રાવણ દ્વારા સીતાનું અપહરણ કરવું કાયદેસર છે અને તે પણ આ જ ફિલ્મમાં બતાવવાની કોશિશ કરશે. સૈફ અલી ખાનના નિવેદન બાદ ઘણા વિવાદ થયા હતા.

જો કે બાદમાં સૈફે તેના નિવેદન માટે માફી માંગી હતી. આદિપુરુષમાં સૈફ અને પ્રભાસ સિવાય કૃતિ સનન લીડ રોલમાં છે.

આ સિવાય સૈફ તાંડવમાં જોવા મળશે. તાજેતરમાં જ તાંડવનું ટ્રેલર રિલીઝ થયું છે જેને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. તાંડવામાં સૈફ ઉપરાંત સુનીલ ગ્રોવર, ડિમ્પલ કાપડિયા, તિગ્માંશુ ધુલિયા, ઝીશાન અયુબ, દિનો મોરિયા, કૃતીકા કામરા અને ગૌહર ખાન મહત્વની ભૂમિકામાં છે.