RRRનું પહેલું ગીત ‘નાચો નાચો’ કાલે થશે રિલીઝ, પ્રોમોમાં દેખાયો રામ ચરણ અને જુનિયર NTRનો દમદાર ડાન્સ

ફિલ્મ 'RRR' આવતા વર્ષે 7 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. તે 2022ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. રામ ચરણ અને જુનિયર એનટીઆર ઉપરાંત આ ફિલ્મમાં અજય દેવગણ (Ajay Devgn) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ છે.

RRRનું પહેલું ગીત 'નાચો નાચો' કાલે થશે રિલીઝ, પ્રોમોમાં દેખાયો રામ ચરણ અને જુનિયર NTRનો દમદાર ડાન્સ
Jr. NTR, Ram Charan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 8:09 PM

ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલી (SS Rajamouli) ની ફિલ્મ ‘RRR’ જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મ વિશે દર્શકોની જિજ્ઞાસા અને ઉત્સુકતાને જાળવી રાખવા માટે, ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મનું પ્રથમ ગીત ‘ નાચો નાચો’ (Song Naacho Naacho) નો પ્રોમો રિલીઝ કર્યો છે. આ ગીત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી (South Film Industry) ના સુપરસ્ટાર રામ ચરણ (Ram Charan) અને જુનિયર એનટીઆર (Jr. NTR) પર ફિલ્માવવામાં આવ્યું છે.

આ ગીત આવતીકાલે એટલે કે બુધવારે ચાર વાગ્યે રિલીઝ થશે. આ ગીત પાંચ અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહ્યું છે, જેમાં તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓનો સમાવેશ થાય છે. રામ ચરણ અને જુનિયર એનટીઆરનું આ ગીત એક ડાન્સ નંબર છે, જેના વિશે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેના રિલીઝ થયા બાદ દર્શકો તેના પર ખૂબ જ ડાન્સ કરતા જોવા મળશે.

આ ગીત પાંચ ભાષાઓમાં રિલીઝ થશે

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ ગીતના તેલુગુ અને કન્નડ વર્ઝન માટે સંગીત એમએમ કીરવાણીએ આપ્યું છે. પાંચ ભાષાઓમાં આ ગીતને અલગ-અલગ ગાયકોએ પોતાનો અવાજ આપ્યો છે. આ ગીત રાહુલ સિપલીગંજ અને કલા ભૈરવે તેલુગુ અને કન્નડમાં ગાયું છે. વિશાલ મિશ્રાએ હિન્દી વર્ઝનમાં પોતાનો અવાજ આપ્યો છે અને તેનું સંગીત એમએમ કરીમે આપ્યું છે. તમિલ સંસ્કરણ રાહુલ અને યાઝીન નિઝરે ગાયું છે અને સંગીત મરાગાથમણી દ્વારા આપવામાં આવ્યું છે.

અત્યારે હિન્દી વર્ઝનની વાત કરીએ તો આ ગીતના પ્રોમોમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે. બંનેએ સરખા કપડાં પહેર્યા છે. તે જ સમયે, જ્યારે સંગીતની વાત આવે છે, તે ખૂબ જ ધમાકેદાર છે અને ગીતના શબ્દો પણ ખૂબ મનોરંજક છે. સમાચાર લખાય છે ત્યાં સુધી થોડા કલાકોમાં આ ગીતના પ્રોમોને લગભગ પાંચ લાખ વ્યુઝ મળી ચૂક્યા છે. પ્રોમોને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે અને હવે તેઓ તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ગીત આવતીકાલે એટલે કે 10 નવેબંરે રિલીઝ થશે.

ફિલ્મ ‘RRR’ આવતા વર્ષે 7 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. તે 2022ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર ઉપરાંત અજય દેવગણ (Ajay Devgan) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ છે. આલિયા અને અજયની આ તેલુગુ ડેબ્યૂ ફિલ્મ છે. ડીવીવી એન્ટરટેઈનમેન્ટ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન એસએસ રાજામૌલી કરી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા એક સત્ય ઘટનાથી પ્રેરિત હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો :- Antim: The Final Truth: સલમાન ખાનના બનેવી આયુષ શર્માએ કર્યો મહિમા સાથે રોમાન્સ, રિલીઝ થયું ‘હોને લગા’ ગીત

આ પણ વાંચો :- Kamal Hassan Magic: મેટાવર્સમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય અભિનેતા બન્યા કમલ હાસન

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">