અનુષ્કા શર્મા કરાવી રહી છે ઇરફાનના પુત્ર બાબિલની બોલિવૂડમાં એન્ટ્રી, જાણો તેની આ ફિલ્મ વિશે

બોલિવૂડના દિવંગત અભિનેતા ઇરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન બોલિવુડમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. તેણે તેની પ્રથમ ફિલ્મનું પહેલું શેડ્યૂલ પૂર્ણ કરી લીધું છે.

  • tv9 webdesk37
  • Published On - 16:58 PM, 11 Apr 2021
અનુષ્કા શર્મા કરાવી રહી છે ઇરફાનના પુત્ર બાબિલની બોલિવૂડમાં એન્ટ્રી, જાણો તેની આ ફિલ્મ વિશે
બાબિલ ખાન

બોલિવૂડના દિવંગત અભિનેતા ઇરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન બોલિવૂડમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. થોડા સમય પહેલા તેણે ફિલ્મોમાં લોન્ચિ થવા વિશેના તેના ઉત્સાહનો ઉલ્લેખ કર્યો હતો. હવે બાબિલે ખુલાસો કર્યો છે કે તેણે તેની પ્રથમ ફિલ્મનું પહેલું શેડ્યૂલ પૂર્ણ કરી લીધું છે. આ સાથે તેણે ફિલ્મના શૂટિંગ દરમિયાન ટીઝરનો વીડિયો પણ શેર કર્યો છે.

બાબિલ ખાનની આ ફિલ્મનું નામ ‘કાલા’ છે. આ ફિલ્મમાં બાબિલની સામે ત્રૃપ્તિ ડિમરી અભિનય કરી રહે છે અને તમને જણાવી દઈએ કે આ ફિલ્મ અનુષ્કા શર્માની પ્રોડક્શન કંપની ક્લીન સ્લેટ દ્વારા બનાવવામાં આવી છે. આ ટીઝર વિડિઓ તમને ખુશ કરશે. વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે તેનું શૂટિંગ કાશ્મીરના બરફીલા સ્થળે કરવામાં આવ્યું છે. બાબિલે તેમાં બીટીએસનો પણ સમાવેશ કર્યો છે. આમાં, કેમેરાવાળા ડ્રોન કેમેરા અને તે બરફમાં શુટિંગ કરી રહ્યા છે, તમે તે બધું જોઈ શકો છો. આ વિડીયો અને બાબિલને જોઇને તમને ચોક્કસ પણે ઈરફાનની યાદ આવશે.

ગેટિંગ લોંચની આશંકા છે

આ વીડિયોને શેર કરતી વખતે બાબિલ ખાને ‘ગેટિંગ લોંચ’ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે લખ્યું, “ત્રિપ્તી ફ્રીકિંગ ડિમરી ફરી આવી રહી છે !! (અને હું થોડોક છું). સાથે જ હું ‘ગેટિંગ લોંચ’ વિશે મને થોડી આશંકા છે કેમ કે અમારી ફિલ્મ જોતી વખતે પ્રેક્ષકોને તેમની સીટ લોન્ચ ઓફ કરી દેવા જોઈએ, કોઈ ખાસ કલાકારને નહીં.”

આ પોસ્ટ સાથે બાબિલે કહ્યું કે કોઈ અભિનેતા લોન્ચ થાય એના કરતા ફિલ્મ જોતી વખતે દર્શક સીટ લોન્ચ ઓફ ના કરે એટલે કે ઉભો ના થાય એ મહત્વનું છે.

 

 

View this post on Instagram

 

A post shared by Babil (@babil.i.k)

 

ફિલ્મ ‘બુલબુલ’ ટીમ બનાવી રહી છે ‘કાલા’

બાબિલે આગળ લખ્યું કે “બુલબુલ બનાવનારથી માંડીને, ક્લીન સ્લેટ ફિલ્મ્સ અને અનવિતા દત્ત, અમે તમારા માટે કાલા લઈને આવી રહ્યા છીએ. એક નેટફ્લિક્સ ઓરીજીનલ ફિલ્મ. કાલા ટૂંક સમયમાં જ કોઈ સ્થાનની લડત માટે અહીં આવશે, જેમાં હમણા તેની માતાના હૃદયમાં છે.” આયુષમાન ખુરાના સહિત ઘણા સેલેબ્સે બાબિલ ખાનની આ પોસ્ટ પર ટિપ્પણી કરીને અભિનંદન પાઠવ્યા છે.

ચોક્કસ પાને લાખો લોકોના દિલમાં અભિનયથી સ્થાન બનાવનાર ઈરાફાન આપણી વચ્ચે નથી પરંતુ તેનો પુત્ર કેવો અભિનય કરે છે એ જોવું રહ્યું.

 

આ પણ વાંચો: લો બોલો, પાકિસ્તાનમાં ગટરના ઉદઘાટનનો આ ફોટો થયો વાયરલ, જુઓ લોકોએ કેવી રીતે ઉડાવી મજાક

આ પણ વાંચો: બોલીવુડના આ જાણિતા ચહેરાઓએ ધર્મના કારણે છોડી દીધી એક્ટિંગ, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં