રિયા ચક્રવર્તી જોવા મળી રાજીવ લક્ષ્મણ સાથે, તસ્વીરો થઈ વાયરલ

રિયા ચક્રવર્તી જોવા મળી રાજીવ લક્ષ્મણ સાથે, તસ્વીરો થઈ વાયરલ
રાજીવ સાથે રિયાની તસ્વીર થઇ વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ Rhea Chakraborty પોતાના જુના જીવનમાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ડ્રગ્સ કેસમાં રિયાની ધરપકડ કરવામાં આવી હતી.

Gautam Prajapati

| Edited By: TV9 Gujarati

Jan 08, 2021 | 4:24 PM

બોલિવૂડ એક્ટ્રેસ Rhea Chakraborty પોતાના જુના જીવનમાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ડ્રગ્સ કેસમાં રિયાની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં રિયા જામીન પર છે. તાજેતરમાં રિયા તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Riya Chakraborty was seen with Rajiv Laxman, the pictures went viral

પાર્ટીમાં ફરહાન અખ્તર, તેની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર

રિયા તેની ફ્રેન્ડ અનુષા દાંડેકરના જન્મદિવસની પાર્ટીમાં જોવા મળી હતી. પાર્ટીમાં ફરહાન અખ્તર, તેની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર, રોડીઝ શોના જજ રાજીવ લક્ષ્મણ તેમજ અન્ય ઘણા લોકો હાજર રહ્યા હતા. રાજીવે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તે તે રિયા સાથે જોવા મળી રહ્યો હતો. રાજીવ અને રિયાએ એક બીજાને ગળે લગાવીને તસ્વીર ખેંચાવી હતી. રાજીવે આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું ‘My Girl’.

Rajiv Lakshman shares pictures with Rhea

ત્યાર બાદ રાજીવે પોસ્ટ કરી દીધી ડીલીટ

તસ્વીરો શેર કર્યા બાદ વિવાદ વધતા રાજીવે પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. અને ત્યાર બાદ અન્ય એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું કે ‘રિયા સાથેની પોસ્ટ પરના મારા બેજવાબદાર શબ્દોની પસંદગીથી બિનજરૂરી મુશ્કેલી ઉભી કરી હોય તેવું લાગે છે. રિયા એક જૂની અને પ્રિય મિત્ર છે અને મને તેને ફરીથી મળીને ખુશી થઇ છે. હું તેને શુભેચ્છાઓ પાઠવું છું.

રિયા ચક્રવર્તીને થોડા દિવસો પહેલા તેના ભાઈ શૌવિક સાથે મુંબઈમાં જોવા મળી હતી. અહેવાલ મુજબ કે રિયા મુંબઈમાં નવું ઘર શોધી રહી છે. આ દરમિયાન રિયાના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. રોડીઝ શોના જજ રાજીવ લક્ષમણ સાથે તસ્વીર શેર થતા રિયા ફરીથી ચર્ચાઓમાં આવી ગઈ છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati