ઋષિ કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું અવસાન, ફિલ્મ જગતમાં શોકનું વાતાવરણ

ઋષિ કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું અવસાન, ફિલ્મ જગતમાં શોકનું વાતાવરણ
રાજીવ કપૂરનું અવસાન

રાજીવ કપૂર ચેમ્બુરમાં તેમના ઘરે હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. બાદમાં તેમને રણબીર કપૂર અને પરિવારના બાકીના સભ્યો હોસ્પિટલ લઈ ગયા.

Gautam Prajapati

| Edited By: Pinak Shukla

Feb 09, 2021 | 2:27 PM

અભિનેતા રણધીર કપૂર અને ઋષિ કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા. મળેલી માહિતી અનુસાર હાર્ટ એટેકને કારણે તેમનું મૃત્યુ થયું. રાજીવ કપૂર ચેમ્બુરમાં તેમના ઘરે હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. બાદમાં તેમને રણબીર કપૂર અને પરિવારના બાકીના સભ્યો તાત્કાલિક ઇનલેક્સ હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ત્યાં ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા.

રાજીવ કપૂરે એક વાગ્યે લીધા અંતિમ શ્વાસ ગયા વર્ષે જ ઋષિ કપૂરનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. એ આઘાતથી કુટુંબ હજુ ઉભર્યું પણ નહોતું. અને એટલામાં ફરીથી કપૂર ફેમીલી પર દુખના પહાડ તૂટી પડ્યા છે.

ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે શેર કરી તસ્વીર નીતુ કપૂરે એના સોશિયલ મીડિયામાં તસવીર શેર કરીને રાજીવ કપૂરના નિધનની પુષ્ટિ કરી છે.

અદ્દભુત રહી ફિલ્મી સફર રાજીવ કપૂર અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક હતા. તેઓએ 1983 માં ફિલ્મ “એક જાન હૈ હમ”થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા. આ ફિલ્મને ખુબ સફળતા મળી હતી. આ સિવાય તેઓ ઘણી વધુ મોટી ફિલ્મો આસમાન (1984), લવ્વર બોય (1985), જબરદસ્ત (1985) અને હમ તો ચલે પરદેસ (1988) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

આ ઉપરાંત રાજીવ કપૂર દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મોમાં આ અબ લૌટ ચેલે (1999), પ્રેમગ્રંથ (1996) અને Henna (1991) નો સમાવેશ થાય છે. પ્રેમગ્રંથનું નિર્દેશન પણ રાજીવ કપૂરે કર્યું હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati