#RippedJeansTwitter: રિપ્ડ જીન્સમાં તસ્વીર પોસ્ટ કરીને Gul Panagએ ઉત્તરાખંડના મુખ્યમંત્રીને આપ્યો જોરદાર જવાબ

એક દિવસ પહેલા ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે મહિલાઓના વસ્ત્રો અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મહિલાઓને રિપ્ડ જીન્સમાં જોતા આશ્ચર્ય થાય છે.

#RippedJeansTwitter: રિપ્ડ જીન્સમાં તસ્વીર પોસ્ટ કરીને Gul Panagએ ઉત્તરાખંડના મુખ્યમંત્રીને આપ્યો જોરદાર જવાબ
Tirath Singh Rawat, Gul Panag
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 18, 2021 | 4:07 PM

એક દિવસ પહેલા ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે મહિલાઓના વસ્ત્રો અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મહિલાઓને રિપ્ડ જીન્સમાં જોતા આશ્ચર્ય થાય છે. તેમના મગજમાં આ સવાલ ઉભો થાય છે કે આમાંથી સમાજને શું સંદેશ જશે. મહિલાઓ આ અંગે પ્રતિક્રિયા આપી રહી છે. અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા બાદ અભિનેત્રી ગુલ પનાગ પણ મુખ્યમંત્રીને પ્રતિક્રિયા આપી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટ્વીટર યુઝરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતને જજમેન્ટલ ગણાવી છે. ગુલ પનાગે પણ ટ્વીટર પર મુખ્યમંત્રીની આલોચના કરી છે. સીએમ તીરથ સિંહ રાવત દહેરાદૂનમાં એક વર્કશોપમાં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન તેમણે મહિલાઓના રિપ્ડ જીન્સ પહેરવા અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા અને કહ્યું કે તે બાળકોને ઘરે યોગ્ય વાતાવરણ આપી શકશે નહીં.

રિપ્ડ જીન્સમાં દીકરી સાથે ફોટો શેર કર્યો

આના પર ગુલ પનાગે નામ લીધા વિના મહિલાઓને રિપ્ડ જીન્સ પહેરવાનું કહ્યું અને તેમની પુત્રી સાથે એક તસવીર શેર કરી. આ તસવીરમાં ગુલ પનાગ અને તેમની પુત્રીએ રિપ્ડ જીન્સ પહેરી છે. આ તસવીરમાં તેમણે પીળા રંગની ટી-શર્ટ પહેરી છે. તેમણે બે ટ્વીટ કર્યા. પહેલા ટ્વીટમાં પુત્રી સાથે સેલ્ફી શેર કરી હતી. બીજા એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, “રિપ્ડ જીન્સ લાવો.”

ગુલ પનાગની ટ્વીટ અહીં જુઓ

ગુલ પનાગના આ ટ્વીટ પર એક પ્રશંસકે લખ્યું, “તે ખૂબ જ આરામદાયક હોય છે?” આને ગુલ પનાગે જવાબ આપ્યો, “આ 11 વર્ષિય જુની જીન્સ છે. તેથી તે ખરાબ થઈ ગઈ છે. નહીં નહીં ફાટી ગઈ.” ગુલ પનાગની સાથે ઘણી મહિલા યુઝર્સ રિપ્ડ જીન્સમાં તેમની તસવીરો ટ્વીટર પર શેર કરી રહી છે. ટ્વીટર પર આજે સવારથી જ ‘હેશટેગ રિપ્ડ જીન્સ ટ્વિટર’ ટ્રેડિંગ કરી રહ્યું છે.

અહીં જુઓ ગુલ પનાગની પ્રતિક્રિયા

આ પણ વાંચો: લો બોલો, હેલ્મેટ પહેર્યા વિના ટ્રક ચલાવવા પર ડ્રાઈવરને અપાયો 1000 રૂપિયાનો મેમો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">