Rhea chakrabortyએ ભાઈ સૌવિક સાથે શેર કરી તસ્વીર, સાથે સમય પસાર કરીને ભૂલી રહ્યા છે જેલની યાદો

અભિનેત્રી રિયા ચક્રવર્તી (rhea chakraborty) સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તે ઘણીવાર તેના ફોટા અને વીડિયો શેર કરે છે. અભિનેત્રીએ તાજેતરમાં તેના ભાઈ સાથે એક ફોટો શેર કર્યો છે.

Rhea chakrabortyએ ભાઈ સૌવિક સાથે શેર કરી તસ્વીર, સાથે સમય પસાર કરીને ભૂલી રહ્યા છે જેલની યાદો
Rhea Chakraborty, Showik Chakraborty

બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) માટે ગત વર્ષ ઘણું મુશ્કેલ ભર્યું હતું. અભિનેત્રી સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુ બાદથી ટ્રોલર્સના નિશાના પર રહે છે અને કેટલાક કારણોસર જેલ સુધી પહોંચી ગઈ હતી. તેમનો પરિવાર ધીમે ધીમે આ મુશ્કેલ સમયમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે.

 

 

તે ઘણીવાર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. જ્યાં અભિનેત્રીના ચાહકો એ વાતની પ્રશંસા કરે છે કે તે બધું ભૂલીને આગળ વધી રહી છે. તે જ સમયે કેટલાક વિવેચકો તેમના પર ઘણા પ્રકારની કમેન્ટ્સ કરે છે. અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ભાઈ શૌવિક ચક્રવર્તી (Showik Chakraborty) સાથે ફોટો શેર કર્યો છે. આ ફોટામાં બંને ભાઈ -બહેન બાલ્કનીમાં સફેદ પોશાક પહેરેલા ઉભા જોવા મળી રહ્યા છે. રિયા એક સેલ્ફી લઈ રહી છે જેમાં શૈવિક પાછળ ઉભેલો જોવા મળે છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

 

આ ફોટામાં રિયા સફેદ રંગનો સૂટ પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને નોમેકઅપ લુકને ફ્લોન્ટ કર્યો છે. બીજી બાજુ શૌવિકે સફેદ ટી-શર્ટ અને મેચિંગ પેન્ટ પહેર્યું છે. ફોટોમાં બંનેનું સારું બોન્ડિંગ જોવા મળે છે. અભિનેત્રીની આ પોસ્ટ પર શિબાની દાંડેકરે હાર્ટ ઇમોજી સાથે ‘માય ગોર્જિયસ ટુ’ લખ્યું હતું. વીજે અનુષા દાંડેકરે હાર્ટ ઈમોજી બનાવીને ‘બેબીઝ’ લખ્યું છે.

 

બિગ બોસમાં ભાગ લેવાની અફવાઓ

હાલમાં રિયા ચક્રવર્તી ઘણા કારણોસર ચર્ચામાં છે. બિગ બોસમાં અભિનેત્રીના ભાગ લેવાની અફવાઓ હતી. જો કે, શોના પ્રીમિયરના એક કલાક પહેલા તેને તેના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી અને તમામ અફવાઓને ફગાવી દીધી. અભિનેત્રીએ લખ્યું, “હું માનું છું કે ટીવી શો બિગ બોસનો ભાગ બનવા અંગે કેટલીક અફવાઓ છે. આ વાત સ્પષ્ટ કરવા માટે છે કે તેમાં કોઈ સત્ય નથી. હું બિગ બોસનો ભાગ નથી. ”

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો રિયા છેલ્લે ચહેરામાં જોવા મળી હતી. તેમાં ઈમરાન હાશ્મી (Emraan Hashmi ), અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ક્રિસ્ટલ ડિસોઝા (Krystle D’Souza) મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મના પોસ્ટરમાં રિયાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ વાતને લઈને રિયા ઘણી હેડલાઈન્સમાં હતી.

 

આ અંગે રૂમી જાફરીએ એક મેગેઝિનને કહ્યું “હું માનું છું કે પોસ્ટરમાં તે નથી, પરંતુ સિદ્ધાંત કપૂર પણ પોસ્ટરમાં નથી, પરંતુ કોઈએ તેના વિશે કંઈ કહ્યું નથી. જો અમે પોસ્ટર પર રિયાને બતાવી હોત તો લોકોએ કહ્યું હોત કે અમે તેને બતાવીને ફિલ્મનો પ્રચાર કરવા માંગીએ છીએ.

 

 

આ પણ વાંચો :- Ranveer Singhએ વિરાટ-વામિકાની ફોટો પર કરી કમેન્ટ, ચાહકોએ કહ્યું – તમે ક્યારે આપી રહ્યા છો સારા સમાચાર?

 

આ પણ વાંચો :- Arjun Kapoorએ કર્યો સોશિયલ મીડિયાથી બ્રેક લેવાનો નિર્ણય, કહ્યું- ગાયબ થવાનો સમય

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati