Film 83 : રણવીર સિંહની ફિલ્મ રિલીઝ થયાના માત્ર 8 અઠવાડિયા બાદ જ ઓટીટી પર થશે સ્ટ્રીમ

રણવીર સિંહની ફિલ્મ 83 થિયેટર બાદ હવે OTT પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. હવે ફિલ્મને OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Film 83 : રણવીર સિંહની ફિલ્મ રિલીઝ થયાના માત્ર 8 અઠવાડિયા બાદ જ ઓટીટી પર થશે સ્ટ્રીમ
Ranveer Singh's film 83 will come on OTT only after 8 weeks of release
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 7:06 PM

રણવીર સિંહની (Ranveer Singh) ફિલ્મ 83  ગયા વર્ષથી ઘણી ચર્ચામાં છે. વાસ્તવમાં, અગાઉ આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડને (Covid 19) કારણે, ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ થઈ ગઈ હતી. હવે આ ફિલ્મ ડિસેમ્બરમાં તે પણ ક્રિસમસના અવસર પર રિલીઝ થઈ હતી. ફિલ્મનું પ્રમોશન જોરશોરથી કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ફિલ્મની રજૂઆત પહેલા તેનું પ્રીમિયર કરવામાં આવ્યું હતું.

ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. બધાએ ફિલ્મની વાર્તા અને રણવીરની એક્ટિંગના વખાણ કર્યા. પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. આ ફિલ્મથી અપેક્ષા હતી તેટલી કમાણી ફિલ્મે કરી નથી. જો કે ફિલ્મને એકંદરે સારા રિવ્યુ મળ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મ થિયેટરો બાદ OTT પર પણ પોતાનો જાદુ બતાવવા માટે તૈયાર છે.

આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થયાના 8 અઠવાડિયા પછી જ ઓટોટી પર આવી રહી છે. જે લોકો સિનેમાઘરોમાં ફિલ્મ નથી જોઈ શકતા તેઓ હવે ઘરે બેસીને આ ફિલ્મની મજા માણી શકશે. અહેવાલ મુજબ, આ એક વ્યવસાયિક નિર્ણય છે અને ફિલ્મ હજુ પણ દર્શકોને થિયેટરોમાં લાવવા માટે આકર્ષિત કરશે. જ્યાં પણ થિયેટર ખુલ્યા છે ત્યાં લોકો ફિલ્મ જોવા માટે જઈ રહ્યા છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

તમને જણાવી દઈએ કે 83 કબીર ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ છે. આ ફિલ્મમાં દીપિકાએ કપિલ દેવની પત્ની રોમીનું પાત્ર ભજવ્યું હતું. બાય ધ વે, દીપિકાએ આ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી છે. દીપિકાએ આ ફિલ્મ દ્વારા નિર્માતા તરીકે ડેબ્યુ કર્યું છે.

ફિલ્મમાં રણવીર, દીપિકા ઉપરાંત પંકજ ત્રિપાઠી, બોમન ઈરાની, તાહિર રાજ ભસીન, જીવા, સાકિબ સલીમ, જતીન સરના, ચિરાગ પાટીલ, દિનકર શર્મા, નિશાંત દહિયા, હાર્ડી સંધુ, સાહિલ ખટ્ટર, એમી વિર્ક, આદિનાથ કોઠારે, ધીરજ કારવા જેવા કલાકારો છે. આ સિવાય કપિલ દેવ, મોહિન્દર અમરનાથ અને નીના ગુપ્તા મહેમાન ભૂમિકામાં છે.

આ સિવાય તમને એ પણ જણાવી દઈએ કે આ ફિલ્મની સફળતા માટે દીપકા સિદ્ધિવિનાયક મંદિર પણ ગઈ હતી. જો કે દીપિકા હંમેશા પોતાની ફિલ્મની રિલીઝ પહેલા મંદિરમાં જતી હતી, પરંતુ આ વખતે તે પોતાના પતિની ફિલ્મની સફળતા માટે પણ મંદિરમાં ગઈ હતી.

ફિલ્મ રિલીઝ થયા બાદ દીપિકાએ એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેણે આ ફિલ્મમાં માત્ર તેની માતા માટે જ કામ કર્યું છે કારણ કે તે તેની માતાને સમર્પિત કરવા માંગતી હતી.

આ પણ વાંચો –

મુંબઈમાં કોરોનાનો ફુંફાડો : માયા નગરીની વર્તમાન કોવિડ પરિસ્થિતિને લઈને વરુણ ધવને શેર કરી ફની પોસ્ટ

આ પણ વાંચો –

Aamir Sanjeeda Divorced: આમિર અલી અને સંજીદા શેખના છૂટાછેડા, સંજીદાને મળી દીકરી આયરાની કસ્ટડી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">