નીતુ કપૂર સાથે ડાન્સ કરીને રણવીર સિંહ થયો ભાવુક, કહ્યું ‘આ ક્ષણ જીવનભર યાદ રાખીશ…’

રણવીર સિંહ (Ranveer Singh) ઋષિ કપૂર અને તેની પત્ની નીતુ કપૂરનો મોટો ફેન છે. લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દીવાને જુનિયર્સ'માં પહેલીવાર બંને કેમેરાની સામે સ્ક્રીન સ્પેસ શેયર કરતા જોવા મળ્યા હતા.

નીતુ કપૂર સાથે ડાન્સ કરીને રણવીર સિંહ થયો ભાવુક, કહ્યું 'આ ક્ષણ જીવનભર યાદ રાખીશ...'
Neetu Singh & Ranveer Singh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 7:50 PM

‘દીવાનગી મોર, ડાન્સ હાર્ડકોર’ સાથે, કલર્સ ટીવીનો (Colors TV) નવો શો ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ (Dance Deewane Juniors) લોન્ચ થયો ત્યારથી સ્પર્ધકોએ તેમના આકર્ષક નૃત્ય પ્રતિભા સાથે આ લોકપ્રિય રિયાલિટી શોના સ્ટેજને હચમચાવી નાખ્યું છે. ગઈકાલે રિલીઝ થયેલા ‘ગ્રાન્ડ પ્રીમિયર’ એપિસોડમાં ‘બોલિવૂડના પાવરહાઉસ’ તરીકે પ્રખ્યાત અભિનેતા રણવીર સિંહે (Ranveer Singh) ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ ભવ્ય પ્રીમિયર એપિસોડમાં સ્પર્ધકોએ નિર્ણાયકોની સામે ભવ્ય પ્રદર્શન કર્યું હતું, જેમને જજીઝ દ્વારા 2 ઓડિશન આપ્યા પછી આ શોમાં આવવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. રણવીરે આ તમામ સ્પર્ધકોની પ્રતિભાની પણ ખુબ પ્રશંસા કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

અભિનેતા રણવીર સિંહે જજ અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. જો કે આ વચ્ચે રણબીર તેની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ના વખાણ કરવાનું બંધ નહોતું કર્યું. તેણે આ ફિલ્મના શૂટિંગની ઘણી રસપ્રદ વાતો અને વાર્તાઓ હાજર તમામ લોકો સાથે શેયર કરી હતી. આ ધમાકેદાર એપિસોડમાં રણવીર સિંહ અને શોની જજ નીતુ કપૂર વચ્ચે અનોખી કેમેસ્ટ્રી જોવા મળી હતી. બોલિવૂડના આ દિગ્ગજ સાથે સ્ટેજ શેર કરવાનો અનુભવ રણવીર માટે રોમાંચક હતો અને તેણે તેના વિશે પણ વાત પણ કરી.

રણવીર સિંહે સ્ટેજ પર ધૂમ મચાવી હતી

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

નીતુ કપૂર સાથે ડાન્સ દીવાને જુનિયરમાં આવેલા રણવીર સિંહે તેના સ્વર્ગસ્થ પતિ અને સુપરસ્ટાર ઋષિ કપૂરની કેટલીક ખાસ યાદો પણ યાદ કરી હતી. માત્ર નીતુ કપૂર અને ડાન્સ દીવાને જુનિયરના સ્પર્ધકોએ જ નહીં પણ રણવીર સિંહે પણ શોના હોસ્ટ કરણ કુન્દ્રા, જજ નોરા ફતેહી અને મારઝી પેસ્તોનજી સાથે સારો સમય પસાર કર્યો હતો.

ઋષિ કપૂરની યાદમાં રણવીર ભાવુક થઈ ગયો હતો

રણવીરે સૌપ્રથમ જજ નોરા ફતેહી સાથે ‘ગરમી’ ગીત પર શાનદાર પરફોર્મન્સ કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ ઉપરાંત, રણવીરે તમામ સ્પર્ધકો સાથે પોતાના સુપરહિટ ગીતો પર સિગ્નેચર સ્ટેપ્સ પણ શેયર કર્યા હતા. આ ખાસ એપિસોડની વિશેષતા એ હતી કે નીતુ કપૂર સાથે ઋષિ કપૂરની સુપરહિટ ફિલ્મ ‘એક મેં ઔર એક તુ’ પર અભિનેતાએ ડાન્સ કર્યો હતો.

આ ગીત પર નીતુ કપૂર સાથે ડાન્સ કર્યા બાદ રણવીર સિંહ ઈમોશનલ થઈ ગયો હતો અને કહ્યું હતું કે, ”હું ઋષિ કપૂરનો મોટો ફેન છું. નીતુ કપૂર સાથે તેના ગીત પર કરેલો આ ડાન્સ મારા માટે હંમેશા ખાસ રહેશે. હું આ ક્ષણ મારા બાકીના જીવન માટે હંમેશા યાદ રાખીશ.”

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">