
લોકોએ નવા વર્ષ 2024ને ધમાકેદાર સ્વાગત કર્યું. નવા વર્ષની ઉજવણી કરવા માટે, ફિલ્મ સ્ટાર્સે પણ તેમના મનપસંદ સ્થળોએ જઈને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે અને ધમાકેદાર પાર્ટી કરતા હતી. તેમાં મોટાભાગના સ્ટાર્સ નવા વર્ષની ઉજવણી માટે વિદેશ ગયા છે, ત્યારે હાઈવે ફેમ રણદીપ હુડ્ડાએ કેરળમાં પત્ની લીન લેશરામ સાથે નવા વર્ષ ઉજવણી કરી છે. બંને તાજેતરમાં કેરળ પહોંચ્યા હતા અને ત્યાં સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.
રણદીપ હુડ્ડાએ પોતાના વેકેશનની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં બંને રોમેન્ટિક અને એકબીજામાં મગ્ન જોવા મળે છે. લિન લેશરામે બ્લેક મોનોકિની પહેરી છે, જેમાં તે ખૂબ જ કિલર લાગી રહી છે. જે તસવીરો શેર કરતા જ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
પત્ની લીન લેશરામ સાથે વેકેશનના બે ફોટા શેર કર્યા છે. પ્રથમ ફોટામાં રણદીપ હુડ્ડા લીન સાથે સેલ્ફી લેતા જોવા મળે છે. બીજા ફોટામાં, કપલ કેરળમાં સન સેટનો આનંદ માણતા જોવા મળે છે. આ તસવીરોમાં કપલનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરો શેર કરતી વખતે રણદીપ હુડ્ડાએ કેપ્શનમાં લખ્યું, ‘2023નો છેલ્લો સૂર્યાસ્ત.’ રણદીપ હુડ્ડાની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
રણદીપ હુડ્ડા અને લીન લેશરામની આ તસવીરો પર ફેન્સ તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. જ્યારે ચાહકોએ કપલ પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી, ત્યારે યુઝર્સે લીન લેશરામને મોનોકિનીમાં જોઈને ટિપ્પણી કરી હતી. એક યુઝરે લખ્યું, ‘લગ્ન પછી આ બધું કરવાનું હતું.’ અન્ય યુઝરે લખ્યું, ‘તમારી પાસેથી આની અપેક્ષા નહોતી.’ પરંતુ આ નકારાત્મકતા વચ્ચે ઘણા લોકો એવા હોય છે જેઓ દિલથી પ્રેમ વરસાવે છે. નીના ગુપ્તાએ પણ રણદીપ હુડા અને લીન લેશરામની આ તસવીરો પર પ્રતિક્રિયા આપી હતી. તેણે ટિપ્પણી કરતા લખ્યુ છે બ્યુટિફુલ.
તમને જણાવી દઈએ કે રણદીપ હુડ્ડા અને લીન લેશરામના લગ્ન 29 નવેમ્બર 2023ના રોજ મણિપુરમાં મેતેઈ વિધિથી થયા હતા. બંને થોડા વર્ષોથી રિલેશનશિપમાં હતા અને લગ્નના થોડા સમય પહેલા જ બંનેના સંબંધોને સાર્વજનિક કરી દીધા હતા. લીન લેશરામ પણ વ્યવસાયે અભિનેત્રી છે અને મોડલ રહી ચૂકી છે. રણદીપના કરિયરની વાત કરીએ તો આ નવા વર્ષમાં તે ‘સ્વતંત્ર વીર સાવરકર’ અને ‘અનફેર એન્ડ લવલી’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.
Published On - 9:19 am, Mon, 1 January 24