મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્મચારીઓના દોઢ કરોડ હડપવાના મામલે રામગોપાલ વર્માને લીગલ નોટિસ આપવામાં આવી હતી. જો કે તેમણે લીગલ નોટિસનો જવાબ પણ આપ્યો નથી અને કોઈ કર્મચારીને નાણા પરત પણ નથી કર્યા.
રામગોપાલ વર્મા પર બૉલીવુડમાં લાગ્યો પ્રતિબંધ
બૉલીવુડના પ્રખ્યાત ડાયરેક્ટર રામ ગોપાલ વર્માને મોટો ઝટકો લાગ્યો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયઝ – FWICE એ રામ ગોપાલ વર્માની વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. FWICEએ નિર્ણય કર્યો છે કે ફેડરેશનના 32 યુનિયનોમાંથી એક પણ યુનિયન રામ ગોપાલ વર્માની સાથે કામ નહીં કરે. આનું કારણ છે રામ ગોપાલ વર્મા પર નાણા હડપવાનો આરોપ.
રામ ગોપાલ વર્માએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા કલાકારો, ટેક્નિશિયનો, અને વર્કરોના અંદાજે દોઢ કરોડ રૂપિયા પચાવી પાડવાનો આરોપ છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્મચારીઓના દોઢ કરોડ હડપવાના મામલે રામગોપાલ વર્માને લીગલ નોટિસ આપવામાં આવી હતી. જો કે તેમણે લીગલ નોટિસનો જવાબ પણ આપ્યો નથી અને કોઈ કર્મચારીને નાણા પરત પણ નથી કર્યા.
FWICEના પ્રમુખ બી. એમ. તિવારીએ જણાવ્યું કે અમને જાણ થઈ છે કે કોરોનાકાળમાં રામ ગોપાલ વર્મા ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. આના વિષે 10 સપ્ટેમ્બર 2020 ના રોજ ગોવાના મુખ્યપ્રધાનને પત્ર લખવામાં આવ્યો હતો. અમે ઈચ્છીએ છીએ કે ગરીબ કલાકારો, ટેક્નિશિયનો અને વર્કરોના હક્કના મળવાના થતાં નાણા રામ ગોપાલ ચૂકવી આપે, પણ એમણે આવું કાઇ કર્યું નથી. 17 સપ્ટેમ્બર 2020 ના દિવસે રામ ગોપાલને પત્ર પણ લખવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ ઘણી વાર પત્રો લખવામાં આવ્યાં, પણ એમણે એક પણ પત્રનો જવાબ આપ્યો નથી.
FWICEના પ્રમુખ બી. એમ. તિવારીએ જણાવ્યું કે FWICEએ રામ ગોપાલ વર્મા પર પ્રતિબંધ લગાવ્યાની જાણ અમે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ આસોસીએશન – IMPPA, Producers Guild of India -ગીલ્ડ સહિત તમામ યુનિયનોને જાણ કરી છે.