Acharya Teaser: રામ ચરણે પોતાના અભિનયથી ચાહકોના જીત્યા દિલ, ચિરંજીવી સાથે એક સીનમાં દેખાયા

સાઉથના સ્ટાર રામ ચરણ (Ram Charan) અને ચિરંજીવી (Chiranjeevi)ની ફિલ્મ આચાર્ય (Acharya)નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બંને પહેલીવાર સાથે જોવા મળશે.

Acharya Teaser: રામ ચરણે પોતાના અભિનયથી ચાહકોના જીત્યા દિલ, ચિરંજીવી સાથે એક સીનમાં દેખાયા
Acharya teaser released

સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી (Chiranjeevi) અને તેનો પુત્ર રામ ચરણ (Ram Charan) પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. બંને ફિલ્મ આચાર્યમાં (Acharya) જોવા મળવાના છે. આ ફિલ્મનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે બંનેને એક સાથે પડદા પર જોવાનું ફેન્સનું સપનું પૂરું થયું છે. આચાર્ય આગામી વર્ષે 4 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં રામ ચરણ અને ચિરંજીવીની સાથે પૂજા હેગડે અને કાજલ અગ્રવાલ લીડ રોલમાં જોવા મળશે. રામ ચરણે આચાર્યનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

સિદ્ધાનું પાત્ર જોવા મળ્યું

ટીઝર શેર કરતાં રામ ચરણે લખ્યું- સિદ્ધા સાગા ટીઝર આઉટ. ટીઝરમાં રામ ચરણ એક તરફ બાળકો સાથે વાત કરતા અને બીજી તરફ રોમાન્સ કરતા જોવા મળે છે. ત્યારબાદ તેમના લુકમાં એકદમથી બદલાવ જોવા મળે છે અને તેઓ જંગલમાં લડાઈ કરતા જોવા મળે છે. ટીઝરના એક દ્રશ્યમાં તેઓ તેમના પિતા ચિરંજીવી સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળ્યા છે. જેમાં નદીની એક તરફ વાઘ અને બીજી તરફ રામ ચરણ અને ચિરંજીવી જોવા મળે છે.

ઈન્ટેન્સ લુક પહેલા જ જોવા મળી ચુક્યો છે

મેકર્સ ફિલ્મને લઈને ચાહકોની એક્સાઈટમેન્ટ વધારી રહ્યા છે. થોડા સમય પહેલા તેમણે રામ ચરણના ઈન્ટેન્સ લુકનો બીહાઈન્ડ ધ સીન વીડિયો શેર કર્યો હતો. આ સાથે આ વીડિયોમાં તેઓ કેટલાક એક્શન સીન કરતા જોવા મળ્યા હતા. જે વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

OTT પ્લેટફોર્મ પર પણ થશે રિલીઝ

આચાર્ય 4 ફેબ્રુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલા જ ફિલ્મના ઓટીટી પ્રીમિયરને લઈને ચર્ચા ચાલી રહી છે. એક મીડિયાના અહેવાલ મુજબ આચાર્યના OTT ભાગીદારોને પણ લોક કરી દેવામાં આવ્યા છે. થિયેટરોમાં રિલીઝ થયા પછી આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર પણ રિલીઝ થશે. મેકર્સ ટૂંક સમયમાં જ ફિલ્મનું પ્રમોશન શરૂ કરવા જઈ રહ્યા છે. અત્યારે આ ફિલ્મ તેના નિર્માણના છેલ્લા તબક્કામાં છે.

આ પણ વાંચો :  Antim Box Office Collection Day 2: બીજા દિવસે સલમાન-આયુષની ફિલ્મ ‘અંતિમ’ની કમાણી નિરાશાજનક, માત્ર આટલા કરોડનું કલેક્શન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati