રાજીવ ખંડેલવાલે કહ્યું – મોટા સ્ટાર્સ અને ઝગમગતી મૂવીઝ હવે સફળતાની ચાવી નથી!

બોલિવૂડ એક્ટર રાજીવ ખંડેલવાલનું કહેવું છે કે, એવા દિવસો ગયા જ્યારે મોટા અભિનેતાની ફિલ્મ સફળતાના માપદંડ હતા. બધી ઈન્ડસ્ટ્રીની જેમ બોલીવુડમાં પણ ઘણો બદલાવ આવ્યો છે.

  • tv9 webdesk40
  • Published On - 19:07 PM, 22 Feb 2021
Rajiv Khandelwal said - Big stars and glittering movies are no longer a guarantee of success!
Rajeev Khandelwal

બોલીવુડના વર્સેટાઈલ અભિનેતા માનવામાં આવતા રાજીવ ખંડેલવાલનું માનવું છે કે બદલાતા સમયની સાથે ફિલ્મ ઉદ્યોગમાં ઘણો બદલાવ આવ્યો છે. ટીવી હોસ્ટિંગ રાજીવ ઘણા લાંબા સમયથી ફિલ્મ ઉદ્યોગને ખૂબ નજીકથી જોઈ રહ્યા છે. વર્ષ 2008 માં ફિલ્મ ‘આમિર’ (Amir)થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર રાજીવને હવે ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. રાજીવ કહે છે કે કોવિડ 19 રોગચાળાએ બોલિવૂડ સાથે સંકળાયેલા લોકોને પાઠ પણ શીખવ્યો છે.

એક ઇન્ટરવ્યુમાં રાજીવ ખંડેલવાલે કહ્યું કે ઓટીટી પર દર્શકોનો વધારો થયો છે. ઓટીટીએ ઘણી નાના બજેટની ફિલ્મોને વૈશ્વિક સ્તરે જોવાની સુવિધા આપી છે. આવી ફિલ્મોને એક સ્થાન પણ મળ્યું છે, જે પહેલાં ડબ્બામાં બંધ થઈ જતી. ઓટીટીનાં લીધેજ આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ જેવા કલાકારોની માંગ વધી છે. તેમના કામની પ્રશંસા થઈ રહી છે. દર્શકોને હવે જુદી જુદી સામગ્રી પર બનેલી મૂવીઝ જોવી ગમે છે. હવે પ્રેક્ષકોની સામે ઘણા બધા વિકલ્પ છે. તેથી કોઈપણ અંટ-શંટ જોવા માટે તૈયાર નથી. એક સમયે, મોટા સ્ટાર્સના નામ પર ઝગમગતી ફિલ્મો હવે કંઈ ખાસ બતાવી શકશે નહીં. મનોરંજનને લઈને લોકોની ટેવમાં મોટો ફેરફાર થયો છે.

 

રાજીવ ખંડેલવાલ કહે છે કે ‘મોટા બજેટ વાળી ફિલ્મ્સ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. થિયેટરના વિકલ્પ તરીકે ઓટીટીના ઉદભવ સાથે, ફિલ્મ ઉદ્યોગમાં મોટા પાયે પરિવર્તન જોવા મળી રહ્યું છે અને આ ભારતીય સિનેમાના હિતમાં છે.

ટેલિવિઝનથી કારકિર્દીની શરૂઆત કરનાર રાજીવ ખંડેલવાલે બોલિવૂડમાં ઘણી સફળ ફિલ્મો પણ કરી છે. રાજીવ જ્યારે મોટા પડદે વળ્યા ત્યારે તે સમયે તે ટીવી ઉદ્યોગના પ્રિય અભિનેતાઓમાંનો એક હતો. ફિલ્મ ‘આમિર’ ફિલ્મથી તેમણે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો, જે તેમની કારકિર્દીનો મુખ્ય વણાક સાબિત થયો હતો. જોકે કલાકાર તરીકે આ ફિલ્મ કરવાનો નિર્ણય તદ્દન જોખમી હતો, પરંતુ આજે 12 વર્ષ પછી પણ રાજીવ તેના નિર્ણયથી ખુશ છે, કેમ કે તેણે ફિલ્મના પંડિતોને ખોટા સાબિત કર્યા છે.