‘રાધે’ નું ગીત Zoom Zoom 10 મેના રોજ આ ટાઈમે થશે રીલિઝ, Salman Khan – Disha ને મળ્યો એશનો સાથ

ગીતમાં સલમાન ખાન અને દિશા પાટણી નજરે પડે છે. આ ગીતની કોરિયોગ્રાફી સીઝર ગોંસાલ્વસ દ્વારા કરવામાં આવી છે.

'રાધે' નું ગીત Zoom Zoom 10 મેના રોજ આ ટાઈમે થશે રીલિઝ, Salman Khan - Disha ને મળ્યો એશનો સાથ
Disha Patani & Salman Khan

‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ નું ગીત ‘ઝૂમ ઝૂમ’ 10 મેના રોજ રીલિઝ થશે. સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા સલમાન ખાને આ ગીતની એક ઝલક રજૂ કરી હતી, જેમાં સલમાન ખાનની સાથે દિશા પાટણી જોવા મળી રહી છે. ચાહકો આતુરતાથી આ ગીતની રાહ જોઈ રહ્યા છે.

12 વાગ્યે રિલીઝ થશે આ ગીત

તમને જણાવી દઈએ કે ફિલ્મ રાધેનું આ ચોથું ગીત 10 મેના રોજ બપોરે 12 વાગ્યે રજૂ થશે. ગીતમાં સલમાન ખાન અને દિશા પાટણી નજરે પડે છે. આ ગીતની કોરિયોગ્રાફી સીઝર ગોંસાલ્વસ દ્વારા કરવામાં આવી છે. એશ કિંગ અને યુલિયા વંતૂરે આ ગીતને પોતાનો અવાજ આપ્યો હતો, જ્યારે મ્યુઝિક સાજિદ-વાજિદ દ્વારા અપાયું હતું અને કૃણાલ વર્માએ લખ્યું હતું

બધા ગીતો થયા હિટ

તમને જણાવી દઈએ કે રાધેનું ‘સિટી માર’, ‘દિલ દે દિયા’ અને ‘રાધે ટાઈટલ ટ્રેક’ રજૂ થઈ ચુક્યા છે, જે દર્શકોમાં ધૂમ મચાવી રહ્યા છે અને આવી સ્થિતિમાં ચાહકોને ઝૂમ ઝૂમ તરફથી ઘણી અપેક્ષાઓ છે. યાદ અપાવી દઈએ કે આ ત્રણ ગીતોમાંથી ફક્ત દિલ દે દિયામાં સલમાન ખાનની જોડી જૈકલીનની સાથે બની છે, જ્યારે બાકીના ગીતોમાં સલમાનની સાથે દિશા પાટણી છે.

ક્યારે અને ક્યાં રિલીઝ થશે આ ફિલ્મ આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે દિશા પાટણી, રણદીપ હૂડ્ડા અને જેકી શ્રોફ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ને સલમાન ખાન ફિલ્મ્સ એ ઝી સ્ટુડિયોની સાથે મળીને પ્રસ્તુત કરી છે. સલમાન ખાન, સોહેલ ખાન અને રીલ લાઇફ પ્રોડક્શન્સ પ્રા. લિ. દ્વારા નિર્માણિત આ ફિલ્મ આ વર્ષે ઈદ નિમિત્તે 13 મેના રોજ રીલિઝ થશે.

આ ફિલ્મને ઝી5 પર ‘પે-પર-વ્યુ’ સર્વિસ ઝીપ્લેક્સ પર જોઈ શકાશે. ઝીપ્લેક્સ ડીટીએચ પ્લેટફોર્મ જેવા કે ડિશ, ડી 2 એચ, ટાટા સ્કાય અને એરટેલ ડિજિટલ ટીવી પર પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :- Pics : મોડી રાતે ભારત છોડીને વિદેશ રવાના થઈ અભિનેત્રી Preity Zinta, એરપોર્ટ પર દેખાઈ પરેશાન

આ પણ વાંચો :- Jackie Shroff એ કર્યો ખુલાસો, ‘રાધે’ ના સેટ પર કયા નામથી બોલાવતી હતી Disha Patani

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati