રેમડેસિવિરની કાળાબજારી પર ભડક્યા R. Madhavan, ‘કૃપ્યા ધ્યાન આપો, આપણી વચ્ચે રાક્ષસો પણ છે’,

દેશને જ્યારે સૌથી મોટા રોગચાળોનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ સંકટ સમયે કેટલાક લોકો એવા છે કે જે દર્દીઓના જીવ બચાવવાને બદલે દવાઓની કાળાબજારી કરી રહ્યા છે. આવા લોકો સામે બોલિવૂડ એક્ટર આર માધવન (R Madhavan) ગુસ્સે છે.

  • tv9 webdesk40
  • Published On - 20:54 PM, 1 May 2021
રેમડેસિવિરની કાળાબજારી પર ભડક્યા R. Madhavan, 'કૃપ્યા ધ્યાન આપો, આપણી વચ્ચે રાક્ષસો પણ છે',
R. Madhavan

કોરોના વાઈરસે (Coronavirus) હાહાકાર મચાવી દીધો છે. દરરોજ મોતની સંખ્યા વધી રહી છે. સતત કોરોનાનાં વધી રહેલા આંકડા હવે ડરાવી રહ્યા છે. દેશને જ્યારે સૌથી મોટા રોગચાળોનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ સંકટ સમયે કેટલાક લોકો એવા છે કે જે દર્દીઓના જીવ બચાવવાને બદલે દવાઓની કાળાબજારી કરી રહ્યા છે. આવા લોકો સામે બોલિવૂડ એક્ટર આર માધવન (R Madhavan) ગુસ્સે છે. સોશિયલ મીડિયા પર તેમણે આવા લોકોને રાક્ષસ તરીકે વર્ણવ્યા છે.

 

 

કોરોના વાઈરસે (Coronavirus) તો માનો કે લોકોને લાચાર બનાવી દીધા છે. હોસ્પિટલમાં બેડ, રેમડેસિવીરના ઈન્જેક્શન અને ઓક્સિજન સિલિન્ડર સુધી લોકો સોશિયલ મીડિયા દ્વારા મદદ માંગી રહ્યા છે. આ કટોકટીમાં દવાઓ અને ઓક્સિજનની ઘણી કાળાબજાર થઈ રહી છે. બોલિવૂડ એક્ટર આર. માધવને (R Madhavan) આવા લોકોથી બચવા માટે પોતાના ચાહકોને વિનંતી કરી છે.

 

આર. માધવને ટ્વીટર પર પોસ્ટ કર્યું, જેમાં તેમણે લખ્યું કે- ‘મને પણ આ પ્રાપ્ત થયું. કૃપા કરીને ધ્યાનમાં રાખો. આપણી વચ્ચે આવા રાક્ષસો પણ છે. ‘પોસ્ટ શેર કરતી વખતે તેમણે લખ્યું છે- ‘ફ્રોડ એલર્ટ, લોકો સાવધ રહે. મિસ્ટર અજય અગ્રવાલ 3 હજાર રુપિયામાં રેમડેસિવીર દવા વેચી રહ્યા છે. તેઓ તમારી પાસેથી IMPS દ્વારા પૈસા અગાઉથી માંગશે કે જેથી તે પૈન ઈન્ડિયા દ્વારા 3 કલાકમાં તમારા સુધી ડિલીવરી થઈ જાય અને પછી તેઓ ફોન ઉપાડશે નહીં. આવા દગાબાજોથી સાવધ રહો. આ માણસ ફ્રોડ છે.

 

 

દેશમાં કોરોના વાઈરસના ચેપની હાલત સતત કથળી રહી છે. શનિવારે એક દિવસમાં પહેલીવાર 4 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. તે જ એક વાર ફરી 3000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. તેમાંથી, મહારાષ્ટ્રમાં 62,919 નવા કેસ સામે આવ્યા છે અને 828 લોકો સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે.

 

આ પછી, કર્ણાટકમાં 48,296, કેરળમાં 37,199, ઉત્તર પ્રદેશમાં 34,626 અને રાજધાની દિલ્હીમાં 27,047 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે નવા કેસોમાં 73.05 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનથી આવી રહ્યા છે.

 

આ પણ વાંચો: Corona Virus: દિલ્લીમાં લોકડાઉનની મુદ્દતમાં વધારો, CM કેજરીવાલે ટ્વીટ કરીને આપી જાણકારી