પબ્લિસિટી સ્ટન્ટ માટે કઈ પણ! ‘SRK ફિલ્મ સાઈન નહીં કરે ત્યાં સુધી અહિયાંથી નહીં જઉં’

પબ્લિસિટી સ્ટન્ટ માટે કઈ પણ! 'SRK ફિલ્મ સાઈન નહીં કરે ત્યાં સુધી અહિયાંથી નહીં જઉં'
શાહરૂખ ખાનના ઘર આગળ બેસી ગયો ફ્રિલાન્સ ફિલ્મ મેકર

પબ્લીસીટી માટે લોકો અલગ અલગ પ્રકારની રીતો અપનાવતા હોય છે. બેંગ્લોરનો એક ફ્રિલાન્સ ફિલ્મ મેકર કેટલાક દિવસથી SRK ના ઘરની બહાર જોવા મળી રહ્યો છે.

Gautam Prajapati

| Edited By: Bhavesh Bhatti

Jan 09, 2021 | 6:14 PM

પબ્લિસિટી માટે લોકો અલગ અલગ પ્રકારની રીતો અપનાવતા હોય છે. બોલીવૂડ અને ફિલ્મ જગતથી પબ્લીસીટી માટેની અવાર નવાર ખબરો આવતી રહે છે. આવી જ એક ઘટના ઘટી છે શાહરુખ ખાનના ઘરની બહાર. બેંગ્લોરનો એક ફ્રિલાન્સ ફિલ્મ મેકર જયંત સિગ્ગી કેટલાક દિવસથી શાહરૂખ ખાનના ઘરની બહાર જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિએ નવા વર્ષનો અજીબ સંકલ્પ લીધો છે અને એ સંકલ્પ છે, શાહરૂખ ખાન સાથે ફિલ્મ બનાવવાનો.

Freelance filmmaker is sitting outside Mannat

30 ડિસેમ્બરથી શાહરૂખના ઘર આગળ બેઠો છે

જયંત સિગ્ગીએ હ્યુમન્સ ઓફ બોમ્બે સાથે વાત કરતા એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે “જ્યારે ઓગસ્ટમાં હું શાહરુખને મળ્યો હતો ત્યારે એમને જણાવ્યું હતું કે ઝીરો બાદ એમને કોઈ ફિલ્મ સાઈન નથી કરી, ત્યારે મેં વિચાર્યું કે હું SRK સાથે ફિલ્મ બનાવીશ.”

Freelance filmmaker is sitting outside Mannat

મેં વિચાર્યું કે હું SRK સાથે ફિલ્મ બનાવીશ

જયંત સિગ્ગી મુંબઈ આવી ગયો અને 30 ડિસેમ્બરથી શાહરૂખના ઘર આગળ બેઠો છે. કહેવામાં આવી રહ્યું છે કે મન્નતના સિક્યોરિટી ગાર્ડ સાથે પણ તેમની મિત્રતા થઇ ગઈ છે. આ વ્યક્તિએ પોતાના પ્રોજેક્ટનું નામ પ્રોજેક્ટ એક્સ રાખ્યું છે. આ પબ્લિસિટી સ્ટંટ દ્વારા હવે  જયંત સિગ્ગી ચર્ચામાં આવી ગયો છે. જોવાનું રહ્યું કે શાહરૂખ ખાન આ વ્યક્તિને મળે છે કે નહીં અને એની ફિલ્મ પર કામ કરે છે કે નહીં?

આ પણ વાંચો: હાર્ટ એટેકથી સાજા થયા બાદ Remo D’Souza એ કર્યું જિમ વર્કઆઉટ, જુઓ વાયરલ વીડિયો

આ પણ વાંચો: 16 જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થશે Covid-19 રસીકરણ, કેન્દ્ર સરકારનો નિર્ણય

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati