પ્રિયંકાએ શેર કર્યો્ મિસ વર્લ્ડ બન્યાનાં એક વર્ષ પહેલાનો ફોટો, બોલીવૂડ સ્ટાર્સે કરી કોમેન્ટ્સ

પ્રિયંકાએ શેર કર્યો્ મિસ વર્લ્ડ બન્યાનાં એક વર્ષ પહેલાનો ફોટો, બોલીવૂડ સ્ટાર્સે કરી કોમેન્ટ્સ

ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપડા ઘણીવાર સોશ્યલ મીડિયામાં તેના સુંદર ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાં, Priyankaએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક જુનો ફોટો શેર કર્યા હતો.

Gautam Prajapati

| Edited By: Pinak Shukla

Jan 12, 2021 | 6:55 PM

ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપડા ઘણીવાર સોશ્યલ મીડિયામાં તેના સુંદર ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાં, પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક જુનો ફોટો શેર કર્યા હતો. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો શેર કરતી વખતે પ્રિયંકાએ લખ્યું કે, ’17 વર્ષની ઉંમરે, લીન અને મીન’. આ ફોટાનો ઉલ્લેખ કરતાં પ્રિયંકા કહે છે કે આ ફોટો ક્લિક કર્યાના લગભગ એક વર્ષ પછી 18 વર્ષની ઉંમરે વર્ષ 2000 માં તે મિસ વર્લ્ડ બની હતી.

પ્રિયંકાને વર્ષ 2000 માં મિસ વર્લ્ડ નું બિરુદ મળ્યું હતું. પ્રિયંકા ભારતની 5 મી વ્યક્તિ છે જેણે મિસ વર્લ્ડના તાજને પોતાને નામ કર્યો હતો. પ્રિયંકાના આ વાયરલ ફોટા પર તે વખતની તેની સાથીદાર અને અભિનેત્રી લારા દત્તા એ કમેન્ટ કરી હતી કે ‘મને આ છોકરી યાદ છે’. લારા દત્તા વર્ષ 2000 માં મિસ યુનિવર્સ રહી હતી.

Priyanka chopra old pic posted

આ ઉપરાંત પ્રિયંકા અવાર નવાર પોતાના સોશિયલ મીડિયા પર નીક જોનાસ સાથે પણ તસ્વીરો પોસ્ટ કરતી રહેતી હોય છે. બોલીવૂડથી હોલીવૂડ સુધી કરિયર બનાવનાર આ અભિનેત્રીના ફેન્સમાં આજે પણ એટલો જ ક્રેઝ છે. પ્રિયંકાના પોસ્ટ કરેલા જૂનાં ફોટા પર બોલીવૂડના ઘણા સ્ટાર્સએ કોમેન્ટ કરી છે.

https://www.instagram.com/p/CIwA-36DfXD/?igshid=1ppzezqk5qh62

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati