પ્રિયંકા ચોપરાએ ઇટલીના રોમ ખાતે બ્લેક ડ્રેસમાં કરાવ્યું આકર્ષક ફોટોશૂટ

પ્રિયંકા ચોપરાએ ઇટલીના રોમ ખાતે બ્લેક ડ્રેસમાં કરાવ્યું આકર્ષક ફોટોશૂટ
Priyanka Chopra At Rome, Italy (Viral Image)

પ્રિયંકા ચોપરાએ ઇટલીના રોમમાં એક બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જે દરમિયાન તેણીએ બ્યુટીફૂલ બ્લેક ડ્રેસમાં સ્ટનિંગ ફોટોઝ ક્લિક કરાવ્યા હતા. પ્રિયંકા ચોપરા માતા બન્યા પછી તેનો આ ફર્સ્ટ પબ્લિક અપિરિયન્સ છે.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 25, 2022 | 8:08 PM

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અત્યારે હોલીવુડની (Hollywood) સૌથી વ્યસ્ત અભિનેત્રીઓમાંની એક ગણાય છે. તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ ઇટલીના રોમમાં (Italy, Rome) એક બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જે દરમિયાન તેણીએ બ્યુટીફૂલ બ્લેક ડ્રેસમાં સ્ટનિંગ ફોટોઝ ક્લિક કરાવ્યા હતા. રોમમાં લાંબા સમય પછી તેના વ્યવસાયિક મિત્રો સાથે મુલાકાત કર્યા બાદ, પ્રિયંકા ચોપરાએ પણ એક બ્રાન્ડ માટે ફોટોશૂટ કર્યું હતું, જેમાં તેણીનો સ્ટનિંગ અવતાર જોઈ શકાય છે. બોલીવુડની ‘દેશી ગર્લ’ ગણાતી પ્રિયંકા ચોપરા આજે વિશ્વની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક બની ચુકી છે.

ખૂબસૂરત બ્લેક ફિગર-હગિંગ ડ્રેસમાં સજ્જ પ્રિયંકા એકદમ અદભૂત દેખાતી હતી. તેણીની મેસી બન હેરસ્ટાઇલ અને સ્ટેટમેન્ટ જ્વેલરી તેના સ્ટાઇલિશ દેખાવને પૂર્ણ બનાવે છે. પ્રિયંકા ચોપરા અને તેનો પતિ નિક જોનાસ તાજેતરમાં હોળીના થોડા સમય પહેલા રોમથી લોસ એન્જલસ પરત ફર્યા હતા.

તેણીએ તેના પતિ નિક જોનાસ, પરિવાર અને મિત્રો સાથે રંગોનો તહેવાર હોળી ઉજવ્યો હતો. નવા માતા-પિતા તરીકે દંપતીની આ પહેલી હોળી હતી. પ્રિયંકાએ આ વર્ષની શરૂઆતમાં નિક સાથે તેના પ્રથમ બાળકના આગમનની જાહેરાત કરી હતી. તેઓએ સરોગસી દ્વારા તેમના બાળકને જન્મ આપ્યો. અમે તમને જણાવી દઈએ કે, પ્રિયંકા એક સુંદર દીકરીની માતા બની છે.

Priyanka Chopra Smiles For The Cameras @ Rome, Italy

Priyanka Chopra Smiles For The Cameras @ Rome, Italy

પ્રિયંકા -નિકે તેમના માતા- પિતા બનવાની જાહેરાત કરતાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘અમે એ વાતની પુષ્ટિ કરતાં ખૂબ જ આનંદિત છીએ કે અમે સરોગેટ દ્વારા બાળકનું સ્વાગત કર્યું છે. આ ખાસ સમય દરમિયાન અમે આદરપૂર્વક ગોપનીયતા માટે કહીએ છીએ કારણ કે અમે અમારા પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર.’ તમને જણાવી દઈએ કે, આ દંપતીએ હજુ સુધી તેમના બાળકના નામની જાહેરાત કરી નથી.

Priyanka Chopra @ Rome, Italy

Priyanka Chopra @ Rome, Italy

જો તેણીના તાજેતરના કામની વાત કરીએ તો, વર્ક ફ્રન્ટ પર, પ્રિયંકા છેલ્લી વખત ‘ધ મેટ્રિક્સ રિસર્ક્શન’માં જોવા મળી હતી જ્યાં તેણે સતીની ભૂમિકા ભજવી હતી. આગળ, તેણી પાસે ‘સિટાડેલ’, ટેક્સ્ટ ફોર યુ’ અને ‘એન્ડિંગ થિંગ્સ’ જેવા પ્રોજેક્ટ્સ છે. અભિનેત્રીને ફરહાન અખ્તરના આગામી દિગ્દર્શન, ‘જી લે જરા’ માટે પણ સામેલ કરવામાં આવી છે, જ્યાં તેણી આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે પ્રથમ વખત સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે.

 

Priyanka Chopra @ Rome, Italy

Priyanka Chopra @ Rome, Italy

આ પણ વાંચો – પ્રિયંકા ચોપરા પ્રિ-ઓસ્કાર ઈવેન્ટમાં બ્લેક કલરની શિયર સાડી પહેરીને પહોંચી, ચાહકોએ કહ્યું – ‘કુલ મોમ’

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati