પ્રિયંકા ચોપરા લોસ એન્જલસમાં ‘સન્ડે વિથ ધ ગર્લ્સ એન્ડ પપ્સ’ માણી રહી છે, જુઓ Photos

Priyanka Chopra : પ્રિયંકા ચોપરાએ 'સોલ સન્ડે વિથ ધ ગર્લ્સ એન્ડ પપ્સ'નો આનંદ માણ્યો અને સ્નિપેટ્સ શેર કરવા માટે Instagram પર ગઈ છે. તેણીએ ટ્રેન્ડી પેસ્ટલ ગુલાબી શોર્ટ્સ અને જેકેટ સેટ પહેર્યો હતો અને તેને પિગટેલ્સ સાથે સ્ટાઇલ કેરી કરી હતી.

પ્રિયંકા ચોપરા લોસ એન્જલસમાં 'સન્ડે વિથ ધ ગર્લ્સ એન્ડ પપ્સ' માણી રહી છે, જુઓ Photos
Priyanka Chopra & Nick Jonas (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 11, 2022 | 7:44 PM

હોલિવૂડની (Hollywood) જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) અમેરિકના લોસ એન્જલસમાં (Los Angeles) રવિવારની શ્રેષ્ઠ સહેલગાહનો આનંદ માણ્યો હતો. આજે આ ગ્લોબલ સ્ટારે તેની ગર્લફ્રેન્ડ્સ સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા. પ્રિયંકા ચોપરા એ ઇન્સ્ટાગ્રામ પર આજે સૌથી વધુ ફોલોવર્સ ધરાવતી એશિયન મહિલા સેલેબ્રિટી છે. પ્રિયંકા ચોપરા તેના સોશિયલ મીડિયા પર તેના પતિ નિક જોનાસ અને તેની મ્યુઝિક પ્રેક્ટિસ અને એવોર્ડ્સના ફોટોઝ, વિડિયોઝ અપલોડ કરતી રહે છે.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકાએ આ સંડે બ્રન્ચ માટે ટ્રેન્ડી એથ્લેઝર ફીટ કેરી કર્યું હતું. પ્રિયંકા ચોપરા ખરા અર્થમાં કેઝ્યુઅલ ફેશનની ક્વીન ગણાય છે. પ્રિયંકા જે કોઈપણ લૂક કેરી કરે છે, તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ જાય છે.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

પ્રથમ તસવીરમાં પ્રિયંકા તેના બે મિત્રો સાથે ફંકી પોઝ આપતી જોવા મળે છે. ફોટોમાં ડાયના, જીનો અને પાંડા પણ જોવા મળે છે. પ્રિયંકા ત્રીજા ક્લિકમાં એક કન્વીનિયન્સ સ્ટોર પર નિખાલસ ક્ષણમાં કેદ થઈ ગઈ. ચોથી તસવીરમાં સ્ટાર તેના પગ બતાવે છે અને તેની ગર્લફ્રેન્ડ સાથે પોઝ આપે છે. છેલ્લી ક્લિક પ્રિયંકાના મિત્રોની સેલ્ફી છે.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકાએ મેચિંગ પેસ્ટલ પિંક મિની શોર્ટ્સ અને સફેદ બોડીકોન ટોપ સાથે જેકેટ પહેર્યું હતું. તેણીએ સફેદ ચંકી લેસ-અપ સ્નીકર્સ, સફેદ પ્રિન્ટેડ સોક્સ, બેઝબોલ કેપ, ગોલ્ડ હૂપ ઇયરિંગ્સ, ટીન્ટેડ લેનન-સ્ટાઇલના સનગ્લાસ અને કસ્ટમાઇઝ્ડ પ્રિન્ટેડ ટોટ બેગ સાથે તેના મજેદાર ડે-આઉટ લુકને એક્સેસરીઝ કર્યો હતો. બ્લશ પિન્ક લિપસ્ટિક, પિગિટેલ્સ અને ન્યુડ મેકઅપ વડે તેણીએ તેનો આ કુલ લૂક પૂર્ણ કર્યો હતો.

આ દરમિયાન, પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસે આ વર્ષની શરૂઆતમાં સરોગસી દ્વારા તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું હતું. આ સ્ટાર કપલે ઇન્સ્ટાગ્રામ દ્વારા સારા સમાચારની જાહેરાત કરી હતી અને તેમના ચાહકોને તેમની પ્રાઈવસી જાળવી રાખવા માટે વિનંતી કરી હતી.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

આ પણ વાંચો – પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે હજુ સુધી નથી રાખ્યું બેબીનું નામ, માતા મધુએ જણાવ્યું કારણ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati