પ્રિયંકા ચોપરા પ્રિ-ઓસ્કાર ઈવેન્ટમાં બ્લેક કલરની શિયર સાડી પહેરીને પહોંચી, ચાહકોએ કહ્યું – ‘કુલ મોમ’

પ્રિયંકા ચોપરા પ્રિ-ઓસ્કાર ઈવેન્ટમાં બ્લેક કલરની શિયર સાડી પહેરીને પહોંચી, ચાહકોએ કહ્યું – 'કુલ મોમ'
Priyanka Chopra At Pre Oscars Ceremony 2022 Viral Video Image

ઓસ્કારની મુખ્ય ઈવેન્ટ આગામી તા. 27/03/2022ના યોજાવાની છે. જેમાં કોમેડીયન એમી શૂમર, રેજીના હોલ અને વાન્ડા સાઈક્સ આ વખતે એવોર્ડ શો હોસ્ટ કરવા જઈ રહ્યા છે. પ્રિયંકા ચોપરા પબ્લિક ઇવેન્ટમાં તેની આકર્ષક ફેશન સેન્સથી હંમેશા પાપારાઝીનું અટેંશન મેળવતી રહે છે.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 25, 2022 | 6:45 PM

બોલીવુડની ‘દેશી ગર્લ’ ગણાતી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) તેની મોહક અદાઓ અને શાનદાર અભિનયને કારણે આજે વિશ્વભરમાં ખુબ જ માન- સન્માન મેળવી રહી છે. તાજેતરમાં વિશ્વ-પ્રતિષ્ઠિત એવોર્ડ સેરેમની ‘પ્રિ- ઓસ્કાર પાર્ટી’માં (Pre-Oscars Party) પ્રિયંકા ચોપરાએ બ્લેક કલરની શીયર સાડી પહેરીને હાજરી આપી હતી. તેણીએ આ સુંદર સાડી સાથે બ્લેક સ્ટ્રેપલેસ બ્લાઉઝ પહેર્યું હતું. પ્રિયંકાનો પાપારાઝી માટે પોઝ આપતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. આ વીડિયોમાં પ્રિયંકાનો સુંદર અવતાર જોઈ શકાય છે. દેશી ગર્લનો આ સુંદર અવતાર તેના ચાહકોનું દિલ જીતી રહ્યો છે.

હાલમાં પ્રિયંકા ચોપરા દીકરીના જન્મથી બ્રેક પર છે. પ્રિયંકા ચોપરા હમણાં પબ્લિક ઇવેન્ટમાં જોવા મળી નથી. પરંતુ હવે પ્રિયંકા ચોપરા એક ખાસ કાર્યક્રમમાં જોવા મળી છે. પ્રિયંકાએ ઓસ્કાર એવોર્ડ પહેલા એક પ્રિ ઈવેન્ટ હોસ્ટ કરી હતી. આ ઇવેન્ટમાં, તેણીએ તેના દક્ષિણ એશિયાના સાથીદારોની સફળતાની ઉજવણી કરી હતી. આ ખાસ ઈવેન્ટ માટે પ્રિયંકા ચોપરાએ તેના આઉટફિટ તરીકે ખૂબ જ સુંદર બ્લેક સાડી પસંદ કરી હતી.

પ્રિયંકા ચોપરાએ આ બ્લેક સાડી સાથે બ્લેક સ્ટ્રેપલેસ બ્લાઉઝ પહેર્યું હતું. પ્રિયંકાનો પાપારાઝી માટે પોઝ આપતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકાનો સુંદર અવતાર જોઈ શકાય છે. તેણે ન્યૂડ મેકઅપ સાથે તેના વાળને સોફ્ટ કર્લ્સમાં સ્ટાઇલ કર્યા છે. આ પાર્ટીમાં પ્રિયંકાએ ન માત્ર કેમેરા સામે ઘણા બધા શાનદાર પોઝ આપ્યા, પણ સાથે જ શાનદાર સ્પીચ પણ આપી.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

ઓસ્કર પાર્ટીનો આ વાયરલ વીડિયો ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, ‘વાહ, અદ્ભુત લાગી રહી છે.’ બીજાએ લખ્યું, ‘વાહ સાડી, પહેલાથી હોટ લાગી રહી છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ઓએમજી, તે આ સાડીમાં કેટલી સુંદર લાગે છે.’ બીજાએ લખ્યું, ‘તે સુંદર લાગે છે. સુંદર મમ્મી.’

આ કાર્યક્રમ પ્રિયંકા ચોપરા તેમજ હોલીવુડ અભિનેત્રી મિન્ડી કેલિંગ, કુમેલ નાનજિયાની, અંજુલા આચાર્ય અને અન્ય ઘણા લોકો દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. અભિનેતા રિઝ અહેમદ, સુરુષ અલ્વી, જોસેફ પટેલ અને સુષ્મિત ઘોષ આ ઇવેન્ટમાં આવા સેલેબ્સ હતા. ઓસ્કારની મુખ્ય ઈવેન્ટ આગામી તા. 27/03/2022ના યોજાવાની છે. જેમાં કોમેડીયન એમી શૂમર, રેજીના હોલ અને વાન્ડા સાઈક્સ આ વખતે ઓસ્કાર એવોર્ડ શો હોસ્ટ કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો – શોકિંગ : RRR ફિલ્મની HD પ્રિન્ટ આ વેબસાઈટ પર થઇ રહી છે ફ્રીમાં ડાઉનલોડ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati