પ્રિયંકા ચોપરા-નિક જોનસની પહેલી ડેટમાં એવું તો શું થયું હતું કે પ્રિયંકા હજી પણ છે નિક પર ગુસ્સે!

પ્રિયંકા ચોપરા અને નિક જોનસની ફર્સ્ટ ડેટ, લવ સ્ટોરી અને લગ્ન અંગે ક્યારેય જાહેર ન થયેલી વાતો અભિનેત્રી પ્રિયંકા ચોપરા અમેરિકન સિંગર નિક જોનસ સાથે એક નવી જિંદગી જીવવાની શરૂઆત કરી રહી છે. ત્યારે તેમના ચાહકોના મનમાં તેમની લવ સ્ટોરી વિશે જાણવાની ઉત્સુકતા દેખાઈ રહી છે. પણ પ્રિયંકા અને નિકની લવ સ્ટોરી વિશે ખૂબ ઓછી […]

પ્રિયંકા ચોપરા-નિક જોનસની પહેલી ડેટમાં એવું તો શું થયું હતું કે પ્રિયંકા હજી પણ છે નિક પર ગુસ્સે!
TV9 Web Desk3

| Edited By: TV9 GUJARATI

Dec 01, 2018 | 7:45 AM

પ્રિયંકા ચોપરા અને નિક જોનસની ફર્સ્ટ ડેટ, લવ સ્ટોરી અને લગ્ન અંગે ક્યારેય જાહેર ન થયેલી વાતો

અભિનેત્રી પ્રિયંકા ચોપરા અમેરિકન સિંગર નિક જોનસ સાથે એક નવી જિંદગી જીવવાની શરૂઆત કરી રહી છે. ત્યારે તેમના ચાહકોના મનમાં તેમની લવ સ્ટોરી વિશે જાણવાની ઉત્સુકતા દેખાઈ રહી છે. પણ પ્રિયંકા અને નિકની લવ સ્ટોરી વિશે ખૂબ ઓછી માહિતી લોકો પાસે છે.

જોકે વૉગ મેગેઝિનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકા અને નિકે એ તમામ માહિતી આપી છે જે તેમના ચાહકો જાણવા માગે છે. તો ચાલો, તમને પણ જણાવીએ કે પ્રિયંકા અને નિક પહેલી વખત કેવી રીતે મળ્યા, એવું તો શું થયું તેમની ફર્સ્ટ ડેટ પર કે પ્રિયંકા થઈ ગઈ ગુસ્સે અને ક્યારે તેમણે લગ્ન કરવાનો લીધો નિર્ણય?

વૉગના જાન્યુઆરી ઈશ્યૂના કવર પેજ પર પ્રિયંકા ચોપરા હશે. વૉગમાં આપેલા ઈન્ટરવ્યૂ થકી જાણવા મળે છે કે પ્રિયંકા અને નિક ‘2017 Met Gala’માં મળ્યા તે પહેલા એકબીજાને મેસેજ કરવાનું શરૂ કરી દીધું હતું. પ્રિયંકાની સુંદરતાથી આકર્ષાઈને નિકે પ્રિયંકાને પહેલો મેસેજ કર્યો હતો અને એ પણ ટ્વિટર પર. સપ્ટેમ્બર, 2016માં ટ્વિટર પર ડાયરેક્ટ મેસેજ કર્યો કે

“આપણા કેટલાંક કૉમન ફ્રેન્ડ્સ તરફથી મને કહેવાઈ રહ્યું છે કે આપણે બંનેએ મળવું જોઈએ.”

આ મેસેજ મળતાં જ પ્રિયંકાએ નિકને સાવચેત કરી તેની ટીમને કહ્યું કે ટ્વિટરની જગ્યાએ નિકે તેનો મોબાઈલ પર સંપર્ક કરવો.

ત્યારબાદ બંને ‘વેનિટી ફેર ઓસ્કાર્સ પાર્ટી’માં મળ્યા. તે પાર્ટીમાં સૌની સામે ઘૂંટણિયે પડી નિકે પ્રિયંકાને કહ્યું,

“હું મારું ડ્રિંક નીચે મૂકું છું અને આ બધાની હાજરીમાં હું તને કહું છું કે તું કેટલી રીઅલ છે. આટલો વખત તું ક્યાં હતી?”

ત્યારબાદ પ્રિયંકાએ નિકને પોતાના ઘરે બોલાવ્યો ત્યારે પ્રિયંકાના માતા ટીવી જોઈ રહ્યાં હતા. આ ફર્સ્ટ ડેટ અંગે પ્રિયંકાએ કહ્યું,

“અમે થોડા કલાકો સાથે પસાર કર્યાં. અને જતાં પહેલા તેણે મારી પીઠ થબથબાવી.”

આ મીટિંગ અંગે નિકે પણ કહ્યું,

“આ પહેલી મીટિંગમાં અમે કિસ નહોતી કરી.”

તે જ સમયે પ્રિયંકાએ નારાજગી દર્શાવતા કહ્યું,

“હા, ખાલી પીઠ જ થાબડી!”

પ્રિયંકાની આ નારાજગીનો જવાબ આપતા નિકે કહ્યું,

“એને હજી પણ આ વાતનો ગુસ્સો છે. પણ તારા મૉમ ઘરે હતા અને મને લાગ્યું કે તે એક રિસ્પેક્ટફૂલ રાત હતી.”

તો તેના જવાબમાં પ્રિયંકાએ કહ્યું,

“જો મને પૂછ્યું હોત તો પણ રિસ્પેક્ટફૂલ જ ગણાતું!”

નિકનો ભાઈ જૉ અને તેની ફિઆન્સી સોફી ટર્નર પણ નિક પર હસવા લાગ્યા હતા. તેમના કહેવા પ્રમાણે નિક પ્રિયંકા પર ફિદા થઈ ગયો હતો. તેમની ત્રીજી ડેટ વખતે જ નિકે નક્કી કરી લીધું હતું કે તે પ્રિયંકા સાથે લગ્ન કરવા માગે છે. અને નિકે તેના માતાને પણ આ અંગે ફોન કરીને વાત કરી.

નિકે પ્રિયંકાને ગ્રીસમાં પ્રપોઝ કરી. નિકે અઠવાડિયા પહેલા જ વીંટી ખરીદી લીધી હતી. નિકે આ પ્રપોઝલ અંગે પોતાના જ શબ્દોમાં કહ્યું,

“હું ફરીથી એક ઘૂંટણે નીચે બેઠો અને પૂછું છું કે શું તું મારી સાથે લગ્ન કરીને મને પૃથ્વી પરનો સૌથી ખુશનસીબ પુરૂષ બનાવીશ? મજાક નથી કરતો પણ તેણે આ સવાલનો જવાબ આપવામાં 45 સેકન્ડ જેટલો સમય લીધો. 45 સેકન્ડ સુધી અમે બંને કંઈ જ ન બોલ્યા. અને જ્યારે તે કંઈ જ ન બોલી ત્યારે મેં તેને કહ્યું કે જો હવે તું કંઈ નહીં બોલે તો હું આ વીંટી તને પહેરાવી દઈશ.”

ત્યારબાદ તેમણે તેમનો આ સંબંધ ઓગસ્ટ મહિનામાં મુંબઈમાં સગાઈ કરીને લોકો સમક્ષ જાહેર કર્યો. અને હવે પ્રિયંકા-નિક આવતીકાલે એટલે કે 2 ડિસેમ્બરે રાજસ્થાન જોધપુરના ઉમૈદ ભવન પેલેસમાં લગ્નના તાંતણે બંધાશે. બે રીતિરિવાજોથી આ લગ્ન કરાશે, એક હિંદૂ અને બીજા ખ્રિસ્તી રીતિરિવાજોથી. આ બંને રીતના લગ્ન પેલેસના બે અલગ અલગ ભાગોમાં કરવામાં આવશે. હિંદૂ રીતિરિવાજ પ્રમાણે થનારા લગ્નમાં નિક ઘોડા પર સવાર થઈ એન્ટ્રી કરશે.

[yop_poll id=85]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati