પ્રિયા પ્રકાશ વૉરિયરનું નવું સોન્ગ થયું રિલીઝ, અપલોડ થતા જ 9 લાખની ઉપર વ્યૂઝ

સોશિયલ મીડિયા પર લોકોને આ સોન્ગ ખૂબ પસંદ આવી રહ્યું છે. લોકો ફક્ત આ સોન્ગની લિંકને શેયર જ નથી કરી રહ્યાં પણ તેના પર વિવિધ કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.

પ્રિયા પ્રકાશ વૉરિયરનું નવું સોન્ગ થયું રિલીઝ, અપલોડ થતા જ 9 લાખની ઉપર વ્યૂઝ
Priya Prakash Varrier's new song released

સોશિયલ મીડિયા પર વિંક (Wink) કરીને રાતો રાત પ્રખ્યાત થયેલી પ્રિયા પ્રકાશ વૉરિયર (Priya Prakash Varrier). પ્રિયા યુવાનો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે. હાલમાં જ તેનું નવુ સોન્ગ ‘આનંદમ મદિકે’ (Aanandam Madike) રિલીઝ થયુ છે. આ ગીત પ્રિયા અને તેજા સજ્જા પર ફિલ્માવવામાં આવ્યુ છે. બંનેનું આ રોમેન્ટિક સોન્ગ રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યુ છે.

પ્રિયા પ્રકાશ વૉરિયર સોશિયલ મીડિયામાં ખૂબ પોપ્યુલર છે. તેના વીડિયોઝ ઇન્ટરનેટ પર આવતા જ વાયરલ થઇ જાય છે. પ્રિયાનું નવુ સોન્ગ આનંદમ મદિકે 24 જુલાઇએ આદિત્ય મ્યૂઝીકની યૂટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતને લોન્ચ થતાની સાથે જ લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. 24 કલાકની અંદર જ યૂટ્યુબ પર 9 લાખથી વધુ લોકો તેને જોઇ ચૂક્યા છે. આ મ્યૂઝિક વીડિયોને સુંદર લોકેશન્સ પર શૂટ કરવામાં આવ્યો છે. પ્રિયા પ્રકાશ વૉરિયર અને તેજા સજ્જા (Teja Sajja) ના આ ગીતને સિડ શ્રીરામ અને સત્યા યામિનીએ ગાયું છે. સોન્ગના લિરીક્સ શ્રિમણીએ લખ્યા છે.

 

 

સોશિયલ મીડિયા પર લોકોને આ સોન્ગ ખૂબ પસંદ આવી રહ્યુ છે. લોકો ફક્ત આ સોન્ગની લિંકને શેયર જ નથી કરી રહ્યા પણ તેના પર વિવિધ કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. પ્રિયા હાલમાં જ તેના મિત્રો સાથે વેકેશન માણતી જોવા મળી હતી. રશિયાથી પ્રિયાએ પોતાની કેટલીક તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો.

તેમાંજ એક ડાન્સનો વીડિયો જે ખૂબ ચર્ચામાં રહ્યો. વીડિયોમાં તે સાડી પહેરીને રશિયાના રસ્તાઓ પર ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ પહેલા પણ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક હોટ તસવીરો શેયર કરી હતી.

 

આ પણ વાંચો – Ahmedabad : રેલવે રાજ્યમંત્રીએ હેલ્થ યુનિટ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી, કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા

આ પણ વાંચો – Mumbai: મુંબઈના વરલી વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડતા 4 લોકોના મોત, એકની હાલત ગંભીર

Click on your DTH Provider to Add TV9 Gujarati