‘પ્રિન્સેસ ઓફ પૉપ’ બ્રિટની સ્પીયર્સે તેનું આવનારું બાળક ગુમાવ્યું, તેણીએ મુશ્કેલીની ઘડી સોશિયલ મીડિયા પર શેર કરી

'પ્રિન્સેસ ઓફ પૉપ' બ્રિટની સ્પીયર્સે તેનું આવનારું બાળક ગુમાવ્યું, તેણીએ મુશ્કેલીની ઘડી સોશિયલ મીડિયા પર શેર કરી
Britney Spears & Sam Asghari (File Photo)

સેમ અસગરી અને બ્રિટની સ્પીયર્સ (Britney Spears) 2016માં મળ્યા હતા, જ્યારે તેઓએ તેમના અપકમિંગ સિંગલ 'સ્લમ્બર પાર્ટી' માટે એક મ્યુઝિક વિડિયોમાં સાથે અભિનય કર્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

May 15, 2022 | 5:57 PM

વર્લ્ડવાઈડ પોપ સ્ટાર બ્રિટની સ્પીયર્સે (Britney Spears) શનિવારે એક ઇન્સ્ટાગ્રામ (Instagram) પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેણીની ગર્ભાવસ્થા (Pregnancy) તેણીના માટે એક આશ્ચર્યજનક પરિસ્થિતિ હતી. જે તેણીએ ગયા મહિને જાહેર કરી હતી. તેણીએ ગઈકાલે પોસ્ટ કરેલી જાહેરાતમાં જણાવ્યું છે કે, તેણી અને તેના ભાવિ પતિ સેમ અસગરીએ પોતાનું આવનારું બાળક ગમવી દીધું છે. 40 વર્ષીય સુપ્રસિદ્ધ ગાયિકાએ તેના પાર્ટનર સેમ અસગરી સાથેની સંયુક્ત પોસ્ટમાં લખ્યું છે કે, “ખૂબ જ દુખની સાથે અમારે એ જાહેરાત કરવી પડી રહી છે કે, અમે ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં અમારું આવનારું બાળક ગુમાવ્યું છે.”

બ્રિટની તેના ભાવિ પતિ સેમ અસગરી સાથે તેના પ્રથમ બાળકના આગમનની અપેક્ષા હતી. પરંતુ આમ અચાનક રીતે કસુવાવડ થવી તે તેના માટે કોઈ મોટા આંચકાથી ઓછું ન હતું. આ સ્ટાર કપલ તેમના ભાવિ બાળક માટે ખૂબ જ ખુશ હતા.

બ્રિટનીએ પોતાની કસુવાવડની જાહેરાત કરી છે

બ્રિટનીએ કહ્યું છે કે, ”આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે, અમે અમારી ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં જ અમારું બાળક ગુમાવ્યું છે. કોઈપણ માતા-પિતા માટે આ ખુબ જ દુઃખદ ક્ષણ છે. જ્યાં સુધી અમને ખાતરી ન થાય ત્યાં સુધી અમે જાહેરાત માટે થોડી રાહ જોઈ હતી. એકબીજા પ્રત્યેનો આપણો પ્રેમ એ આપણી તાકાત છે. અમે અમારા સુંદર પરિવારને આગળ લઈ જવાનો પ્રયાસ કરતા રહીશું. અમે તમારા સમર્થન માટે આભારી છીએ. આ મુશ્કેલીના સમયમાં, અમે તમને સૌને અમારી પ્રાઇવસી જાળવવા માટે વિનંતી કરીએ છીએ.”

બ્રિટની સ્પીયર્સની આ દુઃખદ પોસ્ટ પર તેના ભાવિ પતિ સેમ અસગરીએ તેને સપોર્ટ કરી છે અને લખ્યું છે કે, ‘ચમત્કાર જલ્દી થશે.’ સિંગર પેરિસ હિલ્ટને લખ્યું છે કે, “તમારી ખોટ માટે ખૂબ જ દુઃખ અનુભવું છું. હું હંમેશા તમારા માટે અહીંયા છું. તમને ઘણો પ્રેમ.’ સેલિબ્રિટીઓ ઉપરાંત, બ્રિટનીના ચાહકોએ પણ આ મુશ્કેલ સમયમાં તેને સાથ સહકાર આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ગયા મહિને બ્રિટની સ્પીયર્સે તેણીના ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી અને લખ્યું હતું કે, ”મેં નેક્સટ ટ્રિપ પર જવા માટે ઘણું વજન ઘટાડ્યું છે… મેં વિચાર્યું હતું કે, હે ભગવાન…. મારા પેટને અચાનક શું થયું છે ?? ત્યારે મારા ભાવિ પતિએ મને કહ્યું કે, ”મૂર્ખ છોકરી, તમે અત્યારે પ્રેગ્નન્ટ છો !! તે પછી મેં પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો…અને એ જાણીને આનંદ થયો છે કે હું ગર્ભવતી છું.. 4 દિવસ પછી હું થોડો વધુ ખોરાક લઇ રહી છું, કારણ કે હું અત્યારે ગર્ભવતી છું…મારુ પેટ અત્યારે વધી રહ્યું છે, જો 2 બાળકો હશે તો હું ખુશીથી પાગલ થઈ જઈશ.’’

બ્રિટની સેમ અસગરીને વર્ષ 2016માં મળી હતી

View this post on Instagram

A post shared by Sam Asghari (@samasghari)

બ્રિટની તેના પૂર્વ પતિ કેવિન ફેડરલાઇન સાથે પહેલાથી જ 2 કિશોર પુત્રો સીન અને જેડનની માતા છે. સેમ અસગરી અને સ્પીયર્સ 2016માં મળ્યા હતા, જ્યારે તેણીએ તેના અપકમિંગ સિંગલ ‘સ્લમ્બર પાર્ટી’ માટે એક મ્યુઝિક વિડિયોમાં સાથે કામ કર્યું હતું. ગયા વર્ષના અંતમાં તેણીએ તેની સગાઈની જાહેરાત કર્યા પછી, સ્પીયર્સે તેના 28 વર્ષીય પાર્ટનરને તેના ‘પતિ’ તરીકે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી.

જ્યારે મિસ સ્પીયર્સે જાહેરાત કરી કે, તેણી ગર્ભવતી છે, ત્યારે અસગરીએ એક અલગ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે, “પિતૃત્વ એ એક એવી વસ્તુ છે, કે જેની હું હંમેશા રાહ જોતો હતો અને હું તેને હળવાશથી લેવા માંગતો નથી. મેં અત્યાર સુધી કરેલું આ સૌથી મહત્ત્વનું કામ છે.”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati