પોપ સ્ટાર Britney Spears હારી ગઈ કોર્ટ કેસ, ઈચ્છતી હતી પિતા જેમી સ્પીયર્સના સંરક્ષણથી આઝાદી

પોપ સ્ટાર Britney Spears હારી ગઈ કોર્ટ કેસ, ઈચ્છતી હતી પિતા જેમી સ્પીયર્સના સંરક્ષણથી આઝાદી
Britney Spears

બ્રિટનીએ તેમના પિતા જેમી સ્પીયર્સના સંરક્ષણથી મુક્ત થવા માટે કોર્ટ કેસ કર્યો હતો. ગયા અઠવાડિયે બ્રિટનીએ લોસ એન્જલસની કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. અહેવાલો અનુસાર, બ્રિટની આ કેસ હારી ગઈ છે.

TV9 GUJARATI

| Edited By: Hiren Buddhdev

Jul 01, 2021 | 5:41 PM

પોપ સ્ટાર બ્રિટની સ્પીયર્સ (Britney Spears) આજકાલ તેમની પર્સનલ લાઈફને લઈને હેડલાઈન્સનો ભાગ બની રહી છે. બ્રિટનીએ તેમના પિતા જેમી સ્પીયર્સના સંરક્ષણથી મુક્ત થવા માટે કોર્ટ કેસ કર્યો હતો. ગયા અઠવાડિયે બ્રિટનીએ લોસ એન્જલસની કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. અહેવાલો અનુસાર, બ્રિટની આ કેસ હારી ગઈ છે.

હકીકતમાં 2008માં બ્રિટની અને કેવિન ફેડરલાઈનના છૂટાછેડા પછી સિંગરને પિતાની સંરક્ષકતામાં રાખવામાં આવ્યા હતા. ત્યારથી બ્રિટનીની પર્સનલથી પ્રોફેશનલ જીવન સુધીના દરેક નિર્ણય તેમના પિતા લે છે. પરંતુ બ્રિટનીને આ પસંદ ન હતું, જેના કારણે તેમણે કાયદાનો આશ્રય લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવે તેઓ આ કેસ હારી ચૂક્યા છે.

રિયા ચક્રવર્તીએ કર્યો સપોર્ટ

બ્રિટની સ્પીયર્સનો મામલો ખૂબ ચર્ચામાં રહ્યો છે. તેમના સપોર્ટમાં ઘણા સેલેબ્સ આવ્યા હતા. બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી પણ બ્રિટનીના સમર્થનમાં આવી હતી. તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગાયિકા માટે પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું હતું #FreeBritney.

જાણો શું છે કન્ઝર્વેટરશીપ

ચાલો તમને જણાવી દઈએ કે કન્ઝર્વેટરશીપ એવા લોકોને આપવામાં આવે છે, જેઓ પોતાના નિર્ણયો લેવામાં અસમર્થ હોય છે. કોર્ટે બ્રિટિના પિતાને તેમની સંપત્તિ, પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ અંગે નિર્ણય લેવા આદેશ આપ્યો હતો. પરંતુ હવે બ્રિટનીએ આનાથી નારાજ થઈને કોર્ટની મદદ માંગી હતી.

બ્રિટનીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમને રિહૈબ માટે મોકલવામાં આવ્યા હતા, એટલું જ નહીં તેમની સંમતિ વગર તેમને દવાઓ પણ આપવામાં આવી હતી. તે પોતાના પૈસા પર પણ નિયંત્રણ રાખી શકતી નહોતી. તેમણે કહ્યું હતું કે હવે ઘણું થઈ ગયું છે, મારે મારા અધિકારો પાછા જોઈએ છે. મારે મારી સ્વતંત્રતા અને જીવન પાછું જોઈએ છે.

આ પણ વાંચો :- Hungama 2 Trailer : શિલ્પા શેટ્ટીએ કમબેક સાથે કરી ધમાલ, હસીને વળી જશો ઊંધા

આ પણ વાંચો :- Gulshan Kumar Murder Case: રઉફ મર્ચન્ટની સજા યથાવત, રમેશ તૌરાની વિરુદ્ધ કોઈ પુરાવા નથી, મહારાષ્ટ્ર સરકારની અપીલ નામંજૂર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati