Photos: અજય દેવગણે રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે કરી ખાસ મુલાકાત, આ વિષય પર થઈ ચર્ચા

અજય દેવગણ (Ajay Devgan) બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર છે, હા, અભિનેતાની ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા રિલીઝ થઈ છે. જેના કારણે તેઓ રક્ષા મંત્રી રાજનાથ સિંહને (Defence Minister Rajnath Singh) મળવા ગયા હતા.

Photos: અજય દેવગણે રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે કરી ખાસ મુલાકાત, આ વિષય પર થઈ ચર્ચા
Defence Minister Rajnath Singh And Ajay Devgan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 10:41 PM

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ (Ajay Devgan)ની ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા (Bhuj: The Pride Of India) રિલીઝ થઈ ગઈ છે. જેના કારણે અભિનેતા આજે ઘણી ચર્ચામાં છે. આવી સ્થિતિમાં અભિનેતાએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh) સાથે મુલાકાત કરી હતી, જેની તસ્વીર તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અજય દેવગણ આ તસ્વીરોમાં રાજનાથ સિંહ સાથે વાતચીત કરતા જોવા મળે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં અજયે રક્ષા મંત્રી રાજનાથ સિંહનો આભાર માન્યો હતો. આ તસ્વીરો ટ્વીટર પર શેર કરતાં અજય દેવગણે લખ્યું કે “માનનીય રક્ષા મંત્રીને મળીને હું પોતાને સન્માનિત મહેસુસ કરી રહ્યો છું. તેમણે મારી આગામી ફિલ્મ ‘ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ની કેટલીક ક્લિપ્સ જોઈ છે. આ ફિલ્મ 50 વર્ષ પહેલા પાકિસ્તાન દ્વારા ભુજ એરબેઝ પર થયેલા હુમલા પર આધારિત છે. હું આ વાર્તા રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. જય હિન્દ. ”

અજય દેવગણ પછી ખુદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ અજય સાથે પોતાની તસ્વીરો શેર કરી અને તેમની નવી ફિલ્મ માટે અભિનંદન પાઠવ્યા. અજય દેવગણની ફિલ્મ રિલીઝ થઈ છે. જ્યાં આ ફિલ્મને દર્શકોનો અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યાં દરેક લોકો અજય દેવગણની આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા (Bhuj: The Pride Of India)માં અજય ઈન્ડિયન એરફોર્સના સ્ક્વોડ્રન લીડર વિજય કાર્ણિકની ભૂમિકામાં છે, જે તે સમયે ભુજ એરપોર્ટના ઈન્ચાર્જ હતા. 1971માં પાકિસ્તાને ઓપરેશન ચંગેઝ ખાન લોન્ચ કર્યું હતું.

આ ફિલ્મને લોકડાઉનને કારણે અજય વધારે પ્રમોટ કરી શક્યા નથી, પરંતુ તેમની યોજના હતી કે આ ફિલ્મનું ભવ્ય પ્રમોશન કરે. આ ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha), નોરા ફતેહી (Nora Fatehi) અને સંજય દત્ત (Sanjay Dutt) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને નોરા ફતેહીના કામને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જે આ બંને અભિનેત્રીઓ માટે સારા સમાચાર છે. આ ફિલ્મના પ્રમોશન માટે અજય ખૂબ જ જલદી ધ કપિલ શર્મા શોમાં પણ જોવા મળશે. આ શોનું શૂટિંગ તાજેતરમાં મુંબઈમાં કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :- Hrithik Roshan-Deepika Padukoneના ચાહકો માટે સારા સમાચાર, 2023ની આ તારીખે રિલીઝ થશે ‘ફાઈટર’

આ પણ વાંચો :- Throwback: તેમની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના શૂટિંગ દરમિયાન ખૂબ ખુશ હતા સુશાંત સિંહ રાજપૂત, સહ-કલાકારો સાથે આ રીતે કરતા હતા મસ્તી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">