ભૂલથી વિરુષ્કાની તસ્વીર છપાઈ આતંકવાદીના ન્યૂઝ સાથે, સોશિયલ મીડિયામાં ફોટો થયો VIRAL

કેપ્ટન વિરાટ અને અનુષ્કા હજુ 11 જાન્યુઆરીએ માતાપિતા બન્યા છે. બંનેના ઘરે નાની પરી આવી છે. ત્યારબાદ સોશિયલ મીડિયામાં તમામ લોકો એમને શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા હતા.

  • tv9 webdesk37
  • Published On - 16:35 PM, 13 Jan 2021
Photo of Virushka mistakenly printed with terrorist news, photo goes viral on social media

કેપ્ટન વિરાટ અને અનુષ્કા હજુ 11 જાન્યુઆરીએ માતાપિતા બન્યા છે. બંનેના ઘરે નાની પરી આવી છે. ત્યારબાદ સોશિયલ મીડિયામાં તમામ લોકો એમને શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા હતા. જ્યારે તાજેતરમાં એમની એક તસ્વીર વાઈરલ થઈ રહી છે. જેનું કારણ એક ન્યૂઝ પેપરનું આર્ટીકલ છે. આ ન્યૂઝ પેપરના ફ્રન્ટ પેજ પર અનુષ્કા અને વિરાટની તસ્વીર લાગેલી છે. આર્ટીકલ જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓના પકડાયાનો છે. પરંતુ આર્ટીકલમાં ભૂલથી વિરાટ અનુષ્કાની તસ્વીર છપાઈ ગઈ છે. ધ હિતવાડા ન્યુઝ પેપરનો આ આર્ટીકલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. જો કે ન્યૂઝ પેપરના ઓનલાઈન એડીશનમાં આ ભૂલ જોવા નથી મળી રહી.

 

 

આ પણ વાંચો: ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા