PCએ તેના પુસ્તકમાં રિલેશનશિપ વિશે કર્યા ખુલાસા, બ્રેકઅપ બાદ વધી ગયું હતું 9 કિલો વજન

પ્રિયંકાએ તેના પુસ્તકમાં જણાવ્યું હતું કે 20 વર્ષથી 30 વર્ષની વય દરમિયાન તે કોની કોની સાથે સંબંધમાં રહી. તેણે પુસ્તકમાં લખ્યું છે કે, "હું ઘણા બહેતરીન પુરુષોના સંપર્કમાં આવી.

PCએ તેના પુસ્તકમાં રિલેશનશિપ વિશે કર્યા ખુલાસા, બ્રેકઅપ બાદ વધી ગયું હતું 9 કિલો વજન
પ્રિયંકા ચોપડા
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 13, 2021 | 4:49 PM

પ્રિયંકા ચોપડા આજકાલ તેના પુસ્તક ‘અનફિનિસ્ડ’ને લઈને ચર્ચામાં છે. પુસ્તકનું તાજેતરમાં લોકાર્પણ થયું હતું. આ પુસ્તકમાં તેણે અંગત જીવનથી લઈને કારકિર્દી અને હોલીવુડ સુધીની સફરની વાત કરી છે. આજે તમને એ સંબંધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે પ્રિયંકાએ તેના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે.

તમને જણાવી દઇએ કે પ્રિયંકા ચોપડાએ 2003 માં ફિલ્મ ‘ધ હીરો’ થી પોતાની કરિયરની શરૂઆત કરી. લ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં હતો. બાદમાં તેણે ‘અંદાઝ’, ‘એતરાજ’, ‘તેરી મેરી કહાની’, ‘કમિની’, ‘ક્રિશ’, ‘ડોન’, ‘બર્ફી’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી સુપરહિટ ફિલ્મ્સ આપી. આ સમય દરમિયાન તેનું નામ શાહરૂખ ખાન, અક્ષય કુમાર, શાહિદ કપૂર અને રણવીર સિંહ સહિતના ઘણા કલાકારો સાથે જોડાયું હતું.

ઘણા પુરુષો સાથે સંબંધ પ્રિયંકાએ તેના પુસ્તકમાં જણાવ્યું હતું કે 20 વર્ષથી 30 વર્ષની વય દરમિયાન તે કોની કોની સાથે સંબંધમાં રહી. તેણે પુસ્તકમાં લખ્યું છે કે, “હું ઘણા બહેતરીન પુરુષોના સંપર્કમાં આવી, અને એમની સાથે ખૂબ જ સારો સમય વિતાવ્યો. સંબંધ સમાપ્ત થયા બાદ હું મારી જાતને ગુમાવી બેસી. હું કંટાળી ગઈ હતી, ઉદાસ અને નિરાશ થઇ ગઈ. મને નથી ખબર હું કઈ રીતે આવા દુખમાં સપડાઈ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બ્રેકઅપ બાદ એકલી અને ઉદાસ થઇ ગઈ હતી પ્રિયંકા પ્રિયંકા ચોપડાએ તેના સંબંધ વિશે જણાવ્યું હતું. સંબંધ તૂટી જતાં તે ખૂબ ભાવુક થઈ ગઈ હતી. તેણે પુસ્તકમાં આ વિશે લખ્યું, “હું એકલતા, દુખ અને એકાંતની લાગણી અનુભવી રહી હતો. મારી અંદર શું ચાલી રહ્યું છે તે કોઈને સમજાયું નહીં, કારણ કે મેં આ વિશે કોઈને કહ્યું જ નહોતું.”

વધી ગયું હતું વજન 5 વર્ષ પછી પ્રિયંકા ચોપડાએ તેના પ્રેમ અને બ્રેકઅપ વિષે તેના પુસ્તક ‘અનફિનિસ્ડ’માં કરી છે. જેમાં પ્રિયંકાએ તેની લવ લાઇફ અને બ્રેકઅપની વેદના વર્ણવી, કેવી રીતે બ્રેકઅપ પછી ડિપ્રેશન આવી ગયું. અને સહન કરવું પડ્યું. પ્રિયંકા ચોપડા માટે આ મુશ્કેલ સમય હતો. તેણે પોતાની જાતને બહારની દુનિયાથી અલગ કરી દીધી હતી. તે ફક્ત તેના ટેલિવિઝન શો ક્વાંટિકોના શૂટિંગ માટે જ બહાર નીકળતી હતી. બ્રેકઅપનો સામનો કરતી વખતે દુખ અને ડીપ્રેશનના કારણે તેનું લગભગ 9 કિલો વજન વધી ગયું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">