પંકજ ત્રિપાઠીની દિલદારી: બીમાર અભિનેતા વિનીત કુમારની પંકજ ત્રિપાઠીએ આ રીતે કરી મદદ

બોલિવૂડ એક્ટર વિનીત કુમાર સિંહને બીમારીમાં દવાઓ ન મળવાથી તકલીફ ભોગવવી પડી હતી. ત્યાર બાદ પંકજ ત્રિપાઠી તેની મદદે આવ્યા હતા.

પંકજ ત્રિપાઠીની દિલદારી: બીમાર અભિનેતા વિનીત કુમારની પંકજ ત્રિપાઠીએ આ રીતે કરી મદદ
Pankaj Tripathi - Vineet Kumar
Follow Us:
| Updated on: Apr 17, 2021 | 3:48 PM

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો રોગચાળો વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જગ્યા જગ્યાએ દવાઓ અને પલંગની અછત હોવાના અહેવાલો છે. બોલિવૂડ એક્ટર વિનીતકુમાર સિંહને આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેણે ટ્વિટર પર વારાણસીમાં દવાની અછતનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ઘણા લોકોએ મદદની ઓફર કરી. વિનીતના સહ-અભિનેતા પંકજ ત્રિપાઠીએ પણ તેમને મદદ મોકલી, જેના આભાર વિનીતે ફિલ્મના અંદાઝમાં માન્યો.

શુક્રવારે મુક્કાબાઝ અભિનેતા વિનીતે ટ્વિટર પર કોવિડ -19 ટેસ્ટ અને વારાણસીમાં દવાઓ ન હોવા અંગે લખ્યું હતું – “હું બનારસમાં છું. દવા (FabiFlu) બજારમાં ઉપલબ્ધ નથી. ખાનગી લેબ્સ પાંચ દિવસથી કોવિડ પરીક્ષણ કરવામાં અસમર્થ છે. બીમાર લોકોને શું આપી શકું? તમારા વચનો કે તમારી વિશાળ ભીડવાળી રેલીઓના વિડીયો? જે તમે લોકો લગાતાર પોસ્ટ કરી રહ્યા છો? ધિક્કાર છે. સ્વાર્થ આંધળો બનાવી દે છે. જાગો, સામાન્ય માણસ મરી રહ્યો છે.” ઘણા લોકોએ વિનીતની આ હૃદયસ્પર્શી અપીલ પર ટિપ્પણી કરીને મદદની ઓફર કરી.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

થોડા સમય પછી, વિનીતએ પુષ્ટિ કરી હતી કે સહાય મળી ગઈ છે અને પંકજ ત્રિપાઠીએ તેને મદદ કરી છે. વિનીતે લખ્યું- જે લોકોને શંકા છે એ એવા લોકોને બતાવા માંગુ છું કે મારા પરિવારના સભ્યો બીમાર છે. કેટલાક મિત્રો બીમાર છે અને હું પણ બીમાર છું. દવા મળી ગઈ છે. મદદ કરવા બદલ પંકજ ત્રિપાઠી ભાઈનો આભાર. મારા પાત્રને સુલતાને વાસેપુરમાં ગોલી મારી હતી, પરંતુ વાસ્તવિક જીવનમાં ગોળી (દવા) મોકલી છે.

તમને જણાવી દઈએ કે, અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ગેંગ્સ ઓફ વાસેપુરમાં, વિનીતે દાનિશનું પાત્ર ભજવ્યું હતું, જે ફૈઝલ (નવાઝુદ્દીન સિદ્દીકી) નો મોટો ભાઈ હોય છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી ગેંગસ્ટર સુલતાનનો રોલ કરે છે અને તેણે દાનિશને ગોળી મારીને મારી નાખ્યો હતો. વિનીતની છેલ્લી ફિલ્મ આધાર છે, જે આ વર્ષે રિલીઝ થવાની હતી. આ પહેલા તે ગુંજન સક્સેના – ધ કારગિલ ગર્લમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: લોકડાઉનના મસીહા સોનુ સૂદ કોરોના પોઝિટિવ, તેમ છતાં આ વાતની વ્યક્ત કરી ખુશી

આ પણ વાંચો: ટ્રોલર મહિલાએ કહ્યું “પિતાના પૈસા બરબાદ કરી રહી છે”, સારા તેંડુલકરે આપ્યો જડબાતોડ જવાબ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">