Mumbai : કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોનાએ (Covid 19) માથુ ઉંચક્યુ છે. ત્યારે બોલિવુડ સેલેબ્સ(Bollywood celebs) પણ હવે કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કરીના કપૂર અને અર્જુન કપૂર બાદ હવે અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) પણ કોરોના સંક્રમિત થઈ છે. તેણે સોશિયલ મીડિયા (Social Media) પર આ માહિતી આપી છે.
નોરા ફતેહી લખ્યુ છે કે, “તે હાલ કોરોના સંક્રમિત થઈ છે અને તે ડોક્ટરના સુપરવિઝન હેઠળ થોડા દિવસો રહેશે. આ સાથે નોરાએ ચાહકોને માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પણ અપીલ કરી છે. તેણે લખ્યુ કે, તમારી હેલ્થથી (Health) વધારે કંઈપણ મહત્વનુ નથી.”
બોલીવૂડમાં જાણે કોરોનાનુ ગ્રહણ લાગ્યુ હોય તેમ એક બાદ એક સ્ટાર્સના કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવી રહ્યા છે. હાલમાં જ કરણ જોહરની એક પાર્ટી દરમિયાન કરીના કપૂર, મહિપ કપૂર, અમૃતા અરોરા તમામ લોકો પોઝિટીવ આવ્યા હતા. આખી દુનિયા હાલ કોરાનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના (Omicron Variant) ભય હેઠળ છે પરંતુ બોલીવૂડ પરથી પાર્ટીઓનું ભૂત નથી ઉતરી રહ્યુ. બોલીવૂડની પાર્ટીઓ હાલ કોરોનાનું એપિસેન્ટર બની રહી હોય તેવુ લાગી રહ્યુ છે.
તમને જણાવવુ રહ્યુ કે, બુધવારે કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં મલાઈકા અરોરા સાથે ગયેલો અર્જુન કપૂર પણ કોરોના સંક્રમિત થયો છે. અર્જુન ઉપરાંત તેની બહેન રિયા અને તેના પતિ કરણ બુલાનીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ BMC દ્વારા અર્જુનના ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં જ કરીના કપૂર ખાન, અમૃતા અરોરા, સીમા ખાન, મહિપ કપૂર અને તેમની પુત્રી શનાયા કપૂરના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા.ત્યારે હાલ બોલિવુડ પર કોરોનાનુ તાંડવ જોવા મળી રહ્યુ છે.
આ પણ વાંચો : ભાઈજાનને ભેટ: સલમાન ખાનને જન્મદિવસ પર અનિલ કપૂરથી લઈને કેટરિના સુધીના સેલેબ્સે આપી મોંઘી દાટ ગિફ્ટ
આ પણ વાંચો : Photos : ભોજપુરી ક્વીન અક્ષરા સિંહનો અનોખો અંદાજ, અભિનેત્રીનો ગ્લેમરસ લુક જોઈને ચાહકો થયા દિવાના