નોરા ફતેહીની તગડી ફેન ફોલોવિંગ, ઇન્સ્ટાગ્રામ પર થયા 30 મિલિયન ફોલોવર્સ, હોટ ફોટોઝ શેર કરી ફેન્સનો માન્યો આભાર

નોરા ફતેહીની તગડી ફેન ફોલોવિંગ, ઇન્સ્ટાગ્રામ પર થયા 30 મિલિયન ફોલોવર્સ, હોટ ફોટોઝ શેર કરી ફેન્સનો માન્યો આભાર
Nora Fatehi

નોરા ફતેહીએ તેના કરિયરની શરૂઆત સલમાન ખાનના શો બિગ બોસથી કરી હતી. શો બાદ નોરાને કેટલાક ડાન્સ સોન્ગ માટે ઓફર્સ મળી હતી પરંતુ તેને પોતાની સાચી ઓળખ દિલબર ગીતથી મળી.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jul 29, 2021 | 5:38 PM

નોરા ફતેહી (Nora Fatehi) બોલીવુડની ડાન્સિંગ ક્વિન છે. તે પોતાના ગ્લેમરસ લુકથી તેના ફેન્સને ચોંકાવી દે છે. તેને એક વાર જોવા માટે તેના ચાહકો પાગલ થઇને ફરે છે. આજ કારણ છે કે તે સોશિયલ મીડિયાના માધ્યમથી તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ નોરોએ પોતાના ખાસ દિવસને પોતોના ફેન્સ સાથે મનાવ્યો છે.

હાલમાં જ તેની ફિલ્મ ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનું ગીત ઝાલિમા કોકા કોલાને લોન્ચ કરવામાં આવ્યુ છે અને સોશિયલ મીડિયા પર અપલોડ થતા જ તેનું આ સોન્ગ વાયરલ થઇ રહ્યુ છે. સોન્ગમાં નોરાનો ડાન્સ જોઇને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. હાલમાં નોરાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોઝ પોસ્ટ કર્યા છે.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરાના 30 મિલિયન ફોલોવર્સ થયા

હાલમાં જ નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ પર 30 મિલિયન ફોલોવર્સ પૂરા કર્યા છે. નોરા અને તેના ફેન્સ માટે આ ખુશીનો પળ છે. તેવામાં નોરાએ તેના ફેન્સનો આભાર માન્યો છે અને પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

નોરા આ તસવીરો દ્વારા તેમના ફેન્સના દિલમાં આગ લગાડી રહી છે. ફોટોઝમાં નોરા ટાઇગર પ્રિન્ટ કલરનું કોલ્ડ શોલ્ડર ક્રોપ ટોપ અને સાથે હાઇ થાઇ સ્લિટ સ્કર્ટમાં જોવા મળી રહી છે. નોરાનો આ અંદાજ વખાણને લાયક છે. નોરાએ આ પોસ્ટને શેર કરતા લખ્યુ છે કે, 30 મિલિયન ફોલોવર્સ પુરા થયા, તમારા આ પ્રેમ માટે આભાર. નોરાની આ પોસ્ટ તેના ફેન્સ વચ્ચે છવાઇ ગઇ છે. તેના ફેન્સ આ પોસ્ટને ખૂબ લાઇક અને શેર કરી રહ્યા છે.

નોરા ફતેહીએ તેના કરિયરની શરૂઆત સલમાન ખાનના શો બિગ બોસથી કરી હતી. શો બાદ નોરાને કેટલાક ડાન્સ સોન્ગ માટે ઓફર્સ મળી હતી પરંતુ તેને પોતાની સાચી ઓળખ દિલબર ગીતથી મળી.

આ પણ વાંચો IND vs SL: હાર બાદ કોચ રાહુલ દ્રાવિડે નવા ખેલાડીઓને સંભળાવ્યુ, રજાઓ મનાવવા માટે નથી કરવામાં આવતુ ટીમમાં સિલેકશન

આ પણ વાંચો – રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર તાક્યુ નિશાન – કહ્યુ સંસદનો સમયનો બરબાદ ના કરો, મોંઘવારી, ખેડુતો અને પેગાસસની કરો વાત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati