નોરા ફતેહીને ફરી દિલ્હી પોલીસનું તેડુ, સુકેશ ચંદ્રશેકર મની લોન્ડરિંગ કેસમાં જેકલીન બાદ હવે નોરાની કરશે પૂછતાછ

નોરા ફતેહી અને જેકલીન છેલ્લા ઘણા સમયથી ઠગ સુકેશ ચંદ્રશેખરના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. ઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા નોરા ફતેહી (Nora Fatehi) અને જેકલીન મોંઘી ભેટ આપવાની વાત સામે આવતા જ આ બન્ને અભિનેત્રીનો ખરાબ સમય શરુ થઈ ગયો હતો.

નોરા ફતેહીને ફરી દિલ્હી પોલીસનું તેડુ, સુકેશ ચંદ્રશેકર મની લોન્ડરિંગ કેસમાં જેકલીન બાદ હવે નોરાની કરશે પૂછતાછ
Nora Fatehi called for questioning by Delhi Police Image Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2022 | 11:32 PM

Sukesh Chandrashekar money laundering case : લોભ અને લાલચ માણસને બરબાદ કરી નાંખે છે, તેનું પ્રત્યક્ષ ઉદાહરણ આજે આપણે જોઈ જ રહ્યા છે. બોલિવૂડની 2 જાણીતી અભિનેત્રીઓ એક ઠગ દ્વારા આપવામાં આવેલી લાલચનો શિકાર બની છે. નોરા ફતેહી અને જેકલીન છેલ્લા ઘણા સમયથી ઠગ સુકેશ ચંદ્રશેખરના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. ઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા નોરા ફતેહી (Nora Fatehi) અને જેકલીન મોંઘી ભેટ આપવાની વાત સામે આવતા જ આ બન્ને અભિનેત્રીનો ખરાબ સમય શરુ થઈ ગયો હતો. તે સમયથી સતત આ બન્ને અભિનેત્રીઓની ED અને પોલીસ દ્વારા પૂછપરછ થઈ રહી છે. હાલ બન્ને અભિનેત્રીઓને એક પછી એક દિલ્લી પોલીસ દ્વારા બોલાવામાં આવ્યા છે. આજે જેકલીનની પૂછપરછ થઈ હતી , કાલે નોરા ફતેહીની પૂરછરછ કરવામાં આવશે.

આજે 14 સપ્ટેમ્બરે ઈકોનોમિક ઓફેન્સ વિંગે જેકલીન ફર્નાન્ડિસની લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરી હતી. અહેવાલો અનુસાર, પૂછપરછ દરમિયાન, જેક્લીન અને ઠગ સુકેશની નજીકની સહયોગી પિંકી ઈરાની વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. આ દરમિયાન પોલીસ અધિકારીઓ બંનેને શાંત પાડવાનો પ્રયાસ કરતા રહ્યા પરંતુ જેકલીન અને પિંકી બંને એકબીજા પર આરોપો લગાવતા રહ્યા.

આજે જેકલીનની થઈ હતી પૂરછપરછ

જણાવી દઈએ કે મની લોન્ડ્રિંગ કેસમાં આજે દિલ્લી પોલીસના આર્થિક અપરાધ શાખાની ઓફિસે જેકલીનની પૂછપરછ થઈ હતી. આજે સવારે 11 વાગ્યે તેની પૂછપરછ શરુ થઈ હતી. તે પાછળના દરવાજાથી ઓફિસમાં દાખલ થઈ હતી. આ પૂછપરછ લગભગ 8 કલાક ચાલી હતી.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

પિંકી ઈરાની કોણ છે ?

પિંકી ઈરાની એ ઠગ સુકેશ ચંદ્રશેખરની નજીકની વ્યક્તિ છે. મળતી માહિતી અનુસાર સુકેશ અને બીજી અભિનેત્રીઓ વચ્ચેની તે મહત્વની કડી હતી. સુકેશના કહેવા પર પિંકીએ જેકલીન અને નોરાની વાતચીત સુકેશ સાથે કરાવી હતી. ત્યારબાદ સુકેશ ચંદ્રશેખરે આ બન્ને અભિનેત્રીઓને મોંઘી ગિફટ આપવાનું શરુ કર્યુ હતું. તે પણ આજે તપાસ દરમિયાન ઓફિસમાં હાજર રહી હતી.

કાલે 11 વાગ્યે થશે પૂછપરછ

જેકલીન બાદ એકવાર ફરી દિલ્લી પોલીસે નોરા ફતેહીને પૂછપરછ માટે બોલાવી છે. કાલે ગુરુવારે નોરા ફતેહીને મની લોન્ડ્રિંગ કેસની પૂછપરછ માટે સવારે 11 વાગ્યે દિલ્લી પોલીસના આર્થિક અપરાધ શાખાની ઓફિસે જવું પડશે. ઠગ દ્વારા આ બન્ને પાછળ પૈસા ખર્ચવાની વાત સામે આવતા આ બન્ને અભિનેત્રીઓના જીવનમાં નવી મુસીબત શરુ થઈ હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">