ભાણેજ આયતને ઉઠાવીને ‘બજરંગી ભાઈજાન’ના ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો SALMAN KHAN, વાયરલ થયો વિડીયો

સલમાન ખાન(SALMAN KHAN) તેની બહેન અર્પિતા ખાન શર્માના(ARPITA KHAN SHARMA) બાળકોની ખૂબ નજીક છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર અર્પિતાના પુત્ર આહિલના વીડિયો અને તસ્વીરો શેર કરે છે ફેન્સ આ તસ્વીર અને વિડિયોને પસંદ પણ કરે છે.

ભાણેજ આયતને ઉઠાવીને 'બજરંગી ભાઈજાન'ના ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો SALMAN KHAN, વાયરલ થયો વિડીયો
SALMAN KHAN

સલમાન ખાન(SALMAN KHAN) તેની બહેન અર્પિતા ખાન શર્માના(ARPITA KHAN SHARMA) બાળકોની ખૂબ નજીક છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર અર્પિતાના પુત્ર આહિલના વીડિયો અને તસ્વીરો શેર કરે છે ફેન્સ આ તસ્વીર અને વિડિયોને પસંદ પણ કરે છે. હવે પહેલીવાર સલમાનનો તેની નાની ભાણેજ આયત સાથેનો વિડીયો સામે આવ્યો છે. જેમાં તે આયતને ખોળામાં લઇને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોને અર્પિતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે. વિડિયો એક ખૂબસૂરત પહાડી સ્થાન પર શૂટ કરવામાં આવ્યો છે. સલમાન તેની ફિલ્મ બજરંગી ભાઈજાનના ગીત તુ જો મિલા ગીત પર આયતને લઈને ડાન્સ કરી રહ્યો છે. સલમાને માથે પાઘડી પહેરી છે. જે આયુષ શર્માની ફિલ્મ અંતિમ-ધ ફાઈનલ ટ્રુથનો ગેટઅપ છે. આ સૂચવે છે કે વિડીયો કોઈ ફિલ્મના સેટ પર શૂટ કરવામાં આવ્યો છે. આ વિડિઓ સાથે અર્પિતાએ લખ્યું હતું કે, ‘બિનશરતી લવ.’

મહેશ માંજરેકરના દિગ્દર્શન હેઠળ બનેલી અંતિમ-ધ ફાઇનલ ટ્રુથ એક એક્શન ફિલ્મ છે. જેમાં આયુષ પહેલી વાર સ્ક્રીન પર જબરદસ્ત એક્શન કરતો જોવા મળશે. આ ફિલ્મ માટે આયુષે જીમમાં મજબૂત શરીર બનાવ્યું છે. સલમાન આ ફિલ્મનો નિર્માતા છે. આયુષનું પાત્ર ગેંગસ્ટરનું છે, જ્યારે સલમાન એક પોલીસ અધિકારી છે. આ ફિલ્મમાં બંનેના ફાઇટ સીન્સ પણ દર્શાવવામાં આવ્યા છે. સલમાન દ્વારા ટીઝર શેર કરવામાં આવ્યું છે. આયુષ્યે આ પાત્ર માટે લગભગ 15 કિલો વજન વધાર્યું છે.

આ વર્ષે સલમાનની ફિલ્મ રાધે – યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ પણ ઈદ પર રિલીઝ થઈ રહી છે. જેની જાહેરાત તેણે થોડા દિવસો પહેલા કરી હતી. પ્રભુદેવા દ્વારા નિર્દેશિત રાધે સલમાનની એક્શન ડ્રામા ફિલ્મ છે. જેકી શ્રોફ, દિશા પટની, રણદીપ હૂડા પણ ફિલ્મની સ્ટાર કાસ્ટનો ભાગ છે.

આ પણ વાંચો: નાલાયક CHINAની વધુ એક અવળચંડાઈ, COAST GUARDને આપી ફાયરિંગ મંજૂરી, વિદેશી જહાજોને મારી શકે છે ગોળી

Click on your DTH Provider to Add TV9 Gujarati