નીતૂ કપૂરે આલિયા સાથે શેર કરી ખાસ તસ્વીર, ભાવિ પુત્રવધૂ વિશે લખ્યું કંઈક ખાસ

આલિયા ભટ્ટએ તાજેતરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. પરંતુ આમાં ખાસ મોમેન્ટ એ હતી જેમાં ભાવી સાસુ નીતૂએ આલિયા માટે ખાસ શબ્દો લખ્યા હતા.

નીતૂ કપૂરે આલિયા સાથે શેર કરી ખાસ તસ્વીર, ભાવિ પુત્રવધૂ વિશે લખ્યું કંઈક ખાસ
Neetu Kapoor And Alia Bhatt

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી નીતૂ કપૂરે તેની ભાવિ પુત્રવધૂ આલિયા ભટ્ટની તસવીર શેર કરી છે. આલિયા સાથે ફોટો શેર કરતી વખતે નીતૂ કપૂરે એક નાની વાત પણ લખી. જેમાં તેણે આલિયાને ખૂબ જ ખાસ ગણાવી છે. ફોટામાં નીતૂ અને આલિયાને સાથે જોઇને તેમના ફેન્સ ખૂબ ખુશ છે. નીતૂનો આ મેસેજ અને ફોટો બંને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

આ ફોટોને શેર કરતી વખતે નીતૂ કપૂરે લખ્યું છે કે, ‘કેટલાક ખૂબ જ ખાસ લોકો સાથે કેટલીક સુંદર પળો શેર કરું છું’. આ ફોટામાં તમે જોઈ શકો છો કે, આલિયા ભટ્ટ તેની માતા સોની રઝદાન અને બહેન શાહીન ભટ્ટ સાથે બેઠી છે. તે જ સમયે નીતૂ આલિયાની નજીક ઉભી છે અને પ્રેમથી આલિયાનો હાથ પકડી રહી છે. આ ફોટામાં વધુ બે લોકો જોવા મળી રહ્યા છે, પરંતુ ફોટામાં નીતૂ કપૂરનો પુત્ર રણબીર નથી.

Neetu Kapoor shared a special picture with Alia

નીતૂ કપૂરે કરી સ્ટોરી પોસ્ટ

નીતૂએ પાઠવી જન્મદિવસની શુભેચ્છા

15 માર્ચે આલિયાએ તેનો 28 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે તેના મિત્રો અને ફિલ્મ જગતના કેટલાક પ્રિયજનોએ તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી છે. આલિયાના જીવનના આ ખાસ દિવસે નીતૂ કપૂરે તેના માટે શુભેચ્છા સંદેશ લખ્યો હતો. નીતૂ કપૂરે આલિયા માટે લખ્યું ‘શાનદાર અને ખુશહાલ છોકરીને જન્મદિવસની શુભેચ્છા, તમારી હકારાત્મકતા અને શક્તિથી દરેકને પ્રેરણા આપો. આલિયા, તને ખૂબ પ્રેમ. ‘

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati