નીતુ કપૂર ઋષિ કપૂરની છેલ્લી ઈચ્છા યાદ કરીને થઇ ભાવુક, રણબીર-આલિયાના લગ્ન વિશે કહી આ ખાસ વાત

નીતુ કપૂરે (Neetu Kapoor) ઋષિ કપૂરના હોસ્પિટલમાં છેલ્લા દિવસો વિશે વાત કરી હતી અને કેવી રીતે તેઓ વેન્ટિલેટર પર હતા અને તેમના પરિવાર સાથે તેમને ફરી ક્યારેય વાત કરવાનો મોકો મળ્યો ન હતો.

નીતુ કપૂર ઋષિ કપૂરની છેલ્લી ઈચ્છા યાદ કરીને થઇ ભાવુક, રણબીર-આલિયાના લગ્ન વિશે કહી આ ખાસ વાત
Neetu Singh & Rishi Kapoor (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 1:34 PM

બોલીવુડમાં (Bollywood) આજે નીતુ કપૂર (Neetu Kapoor) એ એક લાગણીશીલ વ્યક્તિ તરીકેની ઓળખ ધરાવે છે. તાજેતરમાં, નીતુ કપૂરે તેમના સ્વર્ગસ્થ પતિ ઋષિ કપૂરના (Rishi Kapoor) હોસ્પિટલમાં વિતાવેલા છેલ્લા દિવસો અને 1979માં તેમની સગાઈની તારીખ વચ્ચેના જોડાણને યાદ કર્યું હતું. આ તેણીના માટે ઘણો કપરો સમય હતો, કારણકે રિશી કપૂર વેન્ટિલેટર પર હોવાથી તેમના પરિવાર સાથે વાત કરી શક્યા ન હતા. તેણીએ એ પળોને યાદ કરી છે કે, જયારે 13 એપ્રિલ,1979ના રોજ તેમની સગાઈ થઈ હતી. નીતુ અને રિશી કપૂરના લગ્ન 22 જાન્યુઆરી, 1980ના રોજ થયા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
View this post on Instagram

A post shared by Film Companion (@filmcompanion)

નીતુએ જણાવ્યું હતું કે, 13 એપ્રિલ, 2020ના રોજ, ઋષિ કપૂરને વેન્ટિલેટર પર મૂકવામાં આવતાં તેમણે તેમના પરિવાર સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. આ તારીખોના સંગમ વિશે વાત કરતા તેણી ખુબ ઈમોશનલ થઇ ગઈ હતી. કારણ કે, તેના પુત્ર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની વેડિંગ પ્રિપરેશન પણ 13 એપ્રિલ,2022ના રોજ શરૂ થઈ હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન 14 એપ્રિલ,2022ના રોજ સંપન્ન થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઋષિ કપૂરની કેન્સર સાથે બે વર્ષની સતત લડાઈ પછી 30 એપ્રિલ, 2020ના રોજ અવસાન થયું હતું. લોકપ્રિય સોશિયલ મીડિયા પોર્ટલ ફિલ્મ કમ્પેનિયન સાથે વાત કરતા નીતુએ કહ્યું કે, “રણબીર અને આલિયાના લગ્ન 14 એપ્રિલે થયા હતા, પરંતુ 13 એપ્રિલે અમારા ઘરે પૂજા હતી.”

તેણીએ આગળ જણાવ્યું કે, “રિશી કપૂર 2 અઠવાડિયા સુધી વેન્ટિલેટર પર હતા અને ત્યાં કોઈપણ પ્રકારની વાતચીત થઇ ન હતી. તેઓ મારી તરફ જોઈ રહ્યા હતા અને મેં આઈપેડ લીધું અને મેં તેમને પૂછ્યું કે તે શું કહેવા માંગે છે, પરંતુ તેઓ તેમની આંગળી ઉપાડી શક્યા નહીં. તે સમયે, હોસ્પિટલમાં માત્ર રણબીર અને હું જ હતા અને તેમને આ દુઃખદ સમયમાંથી પસાર થતા જોવા, એ ખૂબ જ ત્રાસદાયક હતું. તેના જેવા મહાન માણસને જોવા માટે… તે અમને ઘણું બધું કહેવા માંગતા હતા અને તે વ્યક્ત કરી શકયા ન હતા. હું તેમને આ રીતે જોઈ શકી નહીં.”

તાજેતરમાં, આ વાતચીત દરમિયાન, નીતુએ ખુલાસો કર્યો હતો કે તેણીના જીવનમાં બે રક્ષણાત્મક પરિબળો છે, જે છે તેની માતા અને દિવંગત પતિ ઋષિ કપૂર.

રણબીર અને આલિયાના ‘વસ્તુ’ના ટેરેસ પર થયેલા ભવ્ય લગ્ન વિશે વાત કરતા, નીતુએ કહ્યું કે જ્યારે આ લોકપ્રિય સ્ટાર કપલ ઈચ્છતા હતા કે તેમના લગ્નમાં ખુબ ઓછા પરંતુ મહત્વના લોકો હાજર હોય. જો કે, ઋષિ કપૂર એક ભવ્યાતિભવ્ય લગ્ન ઈચ્છતા હતા. ઋષિ કપૂરે કહ્યું હતું કે, ‘તે શોમેન છે, શોમેનનો દીકરો છે. તેના લગ્ન એક ભવ્ય સેરેમની હશે. જો કે, રણબીર તદ્દન અલગ છે. તેણે કહ્યું કે, ‘હું પપ્પાને સમજાવીશ.’ તે ખૂબ જ શાંત વ્યક્તિ છે. રણબીરને લાઇમ લાઈટ બિલકુલ પસંદ નથી.

નીતુ કપૂર તેની આગામી ફિલ્મ ‘જુગ જુગ જીયો’ માટે તૈયાર છે, જેમાં તેણીની સાથે વરુણ ધવન અને કિયારા અડવાણી પણ જોવા મળવાના છે. નીતુ કપૂર હાલમાં ‘ડાન્સ દીવાને જુનિયર્સ’માં નોરા ફતેહીની સાથે જજની ભૂમિકા નિભાવી રહી છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">