આ છે સાઉથની સૌથી મોંઘી ફિલ્મ સ્ટાર, એક ફિલ્મનો ચાર્જ સાંભળીને લાગશે ઝટકો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nidhi Bhatt

Updated on: Jul 25, 2022 | 8:48 AM

અભિનેત્રીએ આ ફિલ્મ માટે તગડી રકમ ચાર્જ કરી હોવાના અહેવાલ છે. આ સાથે જ કમાણીના મામલે દક્ષીણ અભીનેત્રી સામંથાને (South actress Samantha) પણ પાછળ છોડી દીધી છે.

આ છે સાઉથની સૌથી મોંઘી ફિલ્મ સ્ટાર, એક ફિલ્મનો ચાર્જ સાંભળીને લાગશે ઝટકો
South star Nayanthara (File Image)

દક્ષિણ ભારતની સૌથી સફળ, લોકપ્રિય અને લેડી સુપરસ્ટાર કહેવાતી અભિનેત્રી નયનતારા (Actress Nayanthara) હવે પોતાની કમાણીને લઈને ચર્ચામાં આવી ગઈ છે. નયનતારાએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે, જેના કારણે તે સતત ચર્ચામાં રહી છે. હવે અભિનેત્રીના કમાણીના અહેવાલે સનસનાટી મચાવી દીધી છે. નયનતારા ટૂંક સમયમાં તેની 75મી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. અભિનેત્રીએ આ ફિલ્મ માટે તગડી રકમ ચાર્જ કરી હોવાના અહેવાલ છે. આ સાથે જ કમાણીના મામલે દક્ષીણ અભીનેત્રી સામંથાને પણ પાછળ છોડી દીધી છે.

અભીનેત્રીએ ફીલ્મ માટે કરોડો ચાર્જ કર્યા, સામંથાને પણ પાછળ છોડી

નયનતારાએ નિલેશ કૃષ્ણ દ્વારા નિર્દેશિત તેની આગામી ફિલ્મ માટે લગભગ 10 કરોડ ફી લીધી છે. આમ થયા બાદ તેણે કમાણી કરવાની રેસમાં સાઉથની સફળ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુને પાછળ રાખી દીધી છે. તમિલ ફિલ્મોની લેડી સુપરસ્ટાર નયનતારાએ વર્ષ 2022માં પોતાના અંગત જીવનની સાથે સાથે વ્યવસાયમાં પણ સફળતાના શિખરોને સ્પર્શ્યા છે. તે લગભગ બે દાયકાથી સાઉથ સિનેમામાં કામ કરી રહી છે. નયનતારા હવે તેની 75મી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ઉપરાંત, તે ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

હાલમાં, નયનતારા દક્ષિણ ભારતની સિનેમાની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે. આ મામલે તેમણે સામંથાને પણ પાછળ છોડી દીધી છે. સામંથાએ તાજેતરમાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝમાં એક ખાસ ગીત ‘ઓ અંટાવા મા’ માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. આ ગીતમાં તેણે જબરદસ્ત અભિનય કર્યો હતો.

નયનતારાનું ફેન ફોલોઈંગ કરોડોમાં

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક એક્ટ્રેસની 5 કરોડ રૂપિયાની ફી પણ ઘણી વધારે માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, સામંથાની ફીની ખૂબ ચર્ચા થઈ હતી. જોકે બિગિલ સ્ટાર અભિનેત્રી નયનતારા સામંથા કરતાં એક ડગલું આગળ નીકળી ગઈ છે. તેણે તેની આગામી ફિલ્મ માટે ડબલ ફી માંગી છે. નયનતારાએ તેની 75મી ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા ફી લીધી છે. તેનો સ્ટાર પાવરને જોતા નિર્માતાઓ ના કહી શક્યા નહીં. E-Times ના અહેવાલ મુજબ અભિનેત્રી નયનતારા એક ફિલ્મ માટે લગભગ 6-8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બે દાયકાથી વધુની તેની કારકિર્દીમાં, અભિનેત્રીએ દક્ષિણ ભારતીય સિનેમાના લગભગ તમામ મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. સાઉથમાં તેનું ફેન ફોલોઈંગ પણ કરોડોમાં છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati