લંડનમાં કોરોના કહેર યથાવત, આમ છતાં શુટ કરી રહ્યા છે NAWAZUDDIN SIDDIQUI, કહ્યું કે- શો મસ્ટ ગોન

બૉલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીનો(NAWAZUDDIN SIDDIQUI)  સમાવેશ એ કલાકારોમાં થાય છે જે વર્ષનો વધુ સમય કામમાં વ્યસ્ત રહે છે.

લંડનમાં કોરોના કહેર યથાવત, આમ છતાં શુટ કરી રહ્યા છે NAWAZUDDIN SIDDIQUI, કહ્યું કે- શો મસ્ટ ગોન
Charmi Katira

| Edited By: Bipin Prajapati

Jan 19, 2021 | 3:38 PM

બૉલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીનો(NAWAZUDDIN SIDDIQUI) સમાવેશ એ કલાકારોમાં થાય છે જે વર્ષનો વધુ સમય કામમાં વ્યસ્ત રહે છે. ફેન્સ તેના ફિલ્મની (FILM) આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. પરંતુ હવે ફેન્સને નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ માટે વધુ રાહ નહિ જોવી પડે. નવાઝુદ્દીન સિદ્દીકી જલ્દી જ તેના અલગ અંદાજમાં પડદા પર પરત ફરી રહ્યા છે.

હાલમાં જ નવાઝુદ્દીન સિદ્દીકી તેની આગામી ફિલ્મના શૂટિંગ માટે લંડન (LONDON) રવાના થયો છે. આ વાતની જાણકારી તેને સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી છે.

હાલમાં જ નવાઝુદ્દીન સિદ્દીકીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે જેમાં તે બ્લેક સ્વેટશર્ટ, બ્લેક કેપ અને બ્લેક માસ્કમાં નજરે આવી રહ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકી હેડફોન લગાવ્યા છે અને તે ગીતમાં ખોવાઈ ગયેલા નજરે આવી રહ્યા છે. આઅ તસવીરમાં નવાઝુદ્દીન સિદ્દીકીની આંખ બંધ છે. આ તસવીરમાં નવાઝુદ્દીન ઘણા કુલ લાગી રહ્યા છે. આ તસ્વીરના કેપ્સનમાં લખ્યું હતું કે, લંડન જઈ રહ્યો છું. મને ખબર છે ત્યાં શું સ્થિતિ છે… The Show Must Go On.”

નવાઝુદ્દીન સિદ્દીકએ લખ્યું હતું કે, સંગીત શૂટિંગની શરૂઆત લંડનથી થઈ રહી છે. આ તસવીર શેર કરતાં જ ફેન્સએ લાઇક અને કમેન્ટનો વરસાદ કર્યો હતો.

જણાવી દઈએ કે, લોકડાઉન દરમિયાન નવાઝુદ્દીનની ફિલ્મ ‘રાત અકેલી હૈ’ રીલિઝ થઈ હતી. સસ્પેન્સ થ્રીલરથી ભરપૂર આ ફિલ્મને ઓટીટી (OTT) પ્લેટફોર્મ નેટફલિકસ(NETFLIX) પર રીલિઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી ડ્રામા હતી. જેમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ ઇન્સ્પેકટર જટિલ યાદવનો રોલ નિભાવ્યો હતો.

આ પણ વાંચો: PNB ખાતાધારક માટે મોટી ખબર, 1 February થી પૈસા ઉપાડવામાં આવશે મોટો બદલાવ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati