શું ‘કપિલ શર્મા શો’માં વાપસી કરશે નવજોત સિંહ સિદ્ધુ ? આ ફિલ્મ નિર્માતાએ કરી સ્પષ્ટતા

સિદ્ધુએ પાર્ટી બદલીને બધાની સામે બળવો કર્યો, પરંતુ આ પછી પણ તેઓ CMની ખુરશી મેળવી શક્યા નહીં. ચૂંટણી હાર્યા બાદ હવે ચારેબાજુ તેમની મજાક ઉડાવવામાં આવી રહી છે.

શું 'કપિલ શર્મા શો'માં વાપસી કરશે નવજોત સિંહ સિદ્ધુ ? આ ફિલ્મ નિર્માતાએ કરી સ્પષ્ટતા
Navjot Singh Siddhu (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 8:58 AM

The Kapil Sharma Show: પંજાબ વિધાનસભાના પરિણામો (Punjab election result) બાદ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ જમીન પર આવી ગયા છે. સિદ્ધુએ (Navjot Singh Siddhu) પાર્ટી બદલીને બધાની સામે બળવો કર્યો, પરંતુ આ પછી પણ તેઓ CMની ખુરશી મેળવી શક્યા નહીં. ચૂંટણી હાર્યા બાદ હવે ચારેબાજુ તેમની મજાક ઉડાવવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેની રાજકીય કારકિર્દી (Political Career) હવે પૂરી રીતે પૂરી થઈ ગઈ છે અને તેથી જ તે હવે ‘ધ કપિલ શર્મા શો’માં (Kapil Sharma Show) વાપસી કરવા જઈ રહ્યા છે.

કપિલના શોમાં સિદ્ધુની નહી થાય વાપસી

એક તરફ ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને બીજી તરફ ‘ધ કપિલ શર્મા શો’ અંગે પણ સ્પષ્ટતા થઈ. જી હા…. હવે ન તો સિદ્ધુ પંજાબના CMની ખુરશી મેળવી શકશે અને ન તો કપિલના શોની ખુરશી મેળવી શકશે. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે (Ashoke Pandit) ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું છે કે નવજોત સિંહ સિદ્ધુ ઈચ્છે તો પણ ‘ધ કપિલ શર્મા શો’માં પાછા નહીં આવી શકે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

એક ટ્વીટમાં તેણે લખ્યું કે, ‘ધ કપિલ શર્મા શોમાં નવજોત સિંહ સિદ્ધુની વાપસીથી જે પણ ચિંતિત છે. હું તેમને જણાવી દઉં કે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝે પાકિસ્તાનને સમર્થન આપવા બદલ નવજોત સિંહ સિદ્ધુ વિરુદ્ધ અસહકાર જાહેર કર્યો છે અને તેનો સ્પષ્ટ અર્થ છે કે તે “ધ કપિલ શર્મા શો” નહીં કરી શકે.’

રાજકીય કારકિર્દીનો અંત

અશોક પંડિતના આ ટ્વિટ બાદ નવજોત સિંહ સિદ્ધુને ચાહનારા લોકો ચોક્કસપણે નિરાશા થશે. 10 માર્ચનો દિવસ સિદ્ધુના જીવનમાં ઘેરો અંધકાર લાવ્યો છે. આમ આદમી પાર્ટીએ જે રીતે પંજાબમાં પોતાની જીત લહેરાવી છે અને અન્ય તમામ પાર્ટીઓને મ્હાત આપી છે.પરંતુ આ દરમિયાન જો કોઈને સૌથી વધુ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે તો તે છે નવજોત સિંહ સિદ્ધુ. KRKએ પણ સિદ્ધુને રાજનીતિકાર ગણાવ્યા અને તેમની ચૂંટણીમાં હારને તેમની રાજકીય કારકિર્દીનો અંત ગણાવ્યો.

આ પણ વાંચો  : Box Office Collection: 100 કરોડના ક્લબમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ની એન્ટ્રી, આલિયા ભટ્ટે આ રીતે કર્યુ સેલિબ્રેશન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">