શું ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને મળશે રાહત ? NCB ડ્રગ્સ ચેઈનને સમજવાનો કરી રહી છે પ્રયાસ

મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ક્રુઝ શિપમાં ચાલી રહેલી પાર્ટીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કર્યા છે. આ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન સાથે 10 લોકોની અટકાયત કરવામાં આવી છે.

શું ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને મળશે રાહત ?  NCB ડ્રગ્સ ચેઈનને સમજવાનો કરી રહી છે પ્રયાસ
આર્યનની ધરપકડથી શાહરૂખ ખાનના કામ પર અસર પડી

Mumbai Cruise Rave Party :  મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ક્રુઝ શિપમાં થઈ રહેલી ડ્રગ્સ પાર્ટીમાં દરોડા પાડ્યા હતા.સમીપ વાનખેડેના નેતૃત્વમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.આ પાર્ટીમાંથી મોટાપાયે ડ્રગ્સ મળી આવ્યુ છે. ત્યારે NCB દ્વારા પાર્ટીમાં સામેલ 10 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જેમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો (Shah Rukh Khan) પુત્ર આર્યનનો પણ સમાવેશ થાય છે. ડ્રગ્સ કેસમાં સામેલ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. NCB એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ક્રુઝ શિપ સુધી કેવી રીતે પહોંચ્યુ.

શું આર્યન ખાનને રાહત મળશે  ?

સૂત્રોનુ માનીએ તો અટકાયત કરાયેલા લોકોમાંથી જે લોકોએ માત્ર ડ્રગ્સનુ સેવન કર્યુ હતુ, તેને છોડી દેવામાં આવશે. તેમજ આ ડ્રગ્સના વેપારમાં સામેલ હોય તેને સ્પેશિયલ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો તેમની પાસેથી રિકવર થયેલી ડ્રગ્સનો જથ્થો વધારે નથી, તો તેમને એનડીપીએસ એક્ટ હેઠળ જામીન આપવામાં આવશે, પરંતુ તેમણે બોન્ડ પર સહી કરવી પડશે.

ડ્રગ્સ ક્રુઝ પાર્ટી સુધી કેવી રીતે પહોંચ્યુ ?

મળતી માહિતી અનુસાર, ડ્રગ્સમાં સામેલ લોકોને કસ્ટડીમાં લેવાનો NCBનો (Narcotics Control Bureau) હેતુ એ જાણવાનો છે કે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ જહાજ સુધી કેવી રીતે પહોંચ્યુ. આ કિસ્સામાં તપાસ પૂર્ણ કરવામાં સમય લાગી શકે છે. કારણ કે પોલીસ સપ્લાય ચેઇનને સમજવાનો પ્રયાસ કરી રહી છે.

અધિકારીઓએ માહિતી આપી છે કે, ક્રૂઝ પર દરોડા બાદ 10 લોકોની અટકાયત કરવામાં આવી હતી. NCB ના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને ડ્રગ્સ સંબંધિત માહિતી મળી હતી. બાદમાં આ ઓપરેશન  હાથ ધરવામાં આવ્યુ હતુ.

સમુદ્ર વચ્ચે ડ્રગ્સ પાર્ટી !

સુત્રોનું માનીએ તો, આ જહાજ મુંબઈથી નીકળીને સમુદ્રની વચ્ચે પહોંચ્યુ ત્યારે ડ્રગ્સ પાર્ટી (Drugs Party) શરૂ થઈ હતી.બાદમાં સમીર વાનખેડેને આ અંગેની માહિતી મળતા તેઓએ દરોડ પાડીને ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ પાર્ટીમાંથી NCBને મોટા જથ્થામાં ડ્રગ્સ મળી આવ્યુ છે.

 

આ પણ વાંચો : Aryan Khan Drug Case: કોઈ ફિલ્મના સીનથી કમ નથી આ રેઇડની કહાની, પાર્ટીમાં પ્રવેશવા રાખ્યો હતો આ સિક્રેટ કોડ

આ પણ વાંચો : shahrukh khanને મજાકમાં કહ્યું હતું- ‘મારા દીકરાએ પણ ડ્રગ્સનો અનુભવ લેવો જોઈએ’, અને હવે તે વાત સાચી પડી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati